Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નડિયાદ મહેમદાવાદ નજીક અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં બેને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં નાના-મોટાં અકસ્માતોની વણઝાર યથાવત રહેતા નડિયાદ તેમજ મહેમદાવાદ નજીક સર્જાયેલા વધુ બે અકસ્માતમાં બેને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. 
આ અંગે મળતી માહિતી મુજબ વસોમાં રહેતાં ગીરીશભાઈના પુત્ર સાહીલભાઈ ગત તારીખ ૨-૭-૧૮ ના રોજ શટલ રીક્ષામાં બેસી પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન નડિયાદમાં પીજ રોડ પર આવેલ કભી ભી બેકરી પાસે એક મોટરસાઈકલ ચાલકે પોતાના સ્ટેયરીંગ પરનું કાબૂ ગુમાવતાં માર્ગ પરથી પસાર થઈ રહેલ શટલ રીક્ષા સાથે ટકરાયો હતો. જેને પગલે આ શટલ રીક્ષામાં સવાર સાહિલભાઈને પગ પર ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે વસોમાં રહેતાં ગીરીશભાઈ કાંતિભાઈ મકવાણાની ફરિયાદને આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અજાણ્યાં મોટર સાઈકલ ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદમાં રહેતા રીતેષભાઈ જતીનભાઈ વાળંદ ગતરોજ પોતાનું મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએમ ૧૨૬૧ લઈ મહેમદાવાદ ખાત્રજ ચોકડી રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન નવી મામલતદાર કચેરી નજીક સામેથી રોંગ સાઈડે પુરપાટ ઝડપે આવતી મારૂતી વાન ગાડી નં જીજે ૦૭ બીઆર ૩૯૨૫ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં રીતેષભાઈની મોટરસાઈકલને ટક્કર મારી હતી. મારૂતી વાનની ટક્કર વાગવાથી રીતેષભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ ગયાં હોવાથી શરીરે ઈજા થઈ હતી. તેથી તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે રીતેષભાઈ જતીનભાઈ વાળંદની ફરિયાદને આધારે મહેમદાવાદ પોલીસે મારૂતી વાન ગાડી ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:45 pm IST)