Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સુરેન્દ્રનગર એ ડિવીઝનનાં એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ ૧૦ હજારની લાંચ લેતા ધરપકડ

વઢવાણ તા.૭: સુરેન્દ્રનગરના ર પોલીસ કર્મચારી રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ બળવંતસિંહ હેમુભા અને પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઇ લક્ષ્મણભાઇએ ૧૫ દિવસ પહેલાં સડેલા ગોળ સાથે પકડાયેલ વ્યકિત સામે પ્રોહીબીશનનો કેસ ન કરવા માટે રૂ. ૧૫ હજારની માંગણી કરી હતી.

ત્યારબાદ અંતે રૂ. ૧૦ હજાર આપવાનું જણાવતા ફરીયાદી પાસે રૂ. ૧૦ હજારની લાંચ લેતા બંન્ને ઝડપાઇ ગયા હતા.આ કામગીરી સુરેન્દ્રનગર એસીબીનાં પી.આઇ.એમ. બી. જાની રાજકોટ એકમના મદદનીશ નિયામક એ.પી. જાડેજા અને સ્ટાફે કરી હતી.

(3:42 pm IST)