Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઉપલેટામાં ગઢવી દંપતિનો આપઘાત

ઉપલેટા, તા. ૭ :. ઉપલેટામાં ગઢવી દંપતિએ ઝેરી દવા પી લઈને એક સાથે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટાની મોજ નદીના કાંઠે રહેતા એભાભાઈ માવલીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્નિ રાજીબેન (ઉ.વ.૨૮)એ એક સાથે ઝેરી દવા પી લેતા બન્નેના મોત નિપજયા હતા.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટાની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. બન્નેએ કયા કારણોથી આપઘાત કરી લીધો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ થતા જેતપુર ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

(1:42 pm IST)