Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પાલીકાની કામગીરી નબળીઃ ૧રમીએ બાબરા બંધનું એલાન આપતા વેપારી

બાબરા, તા., ૭: નગર પાલીકા કચેરીમાં ગ્રામ્ય મુશ્કેલી નિવારવા અવાર નવાર રજુઆતો તેમજ પાલીકા દ્વારા થતી કામગીરીમાં લોલંમલોલ પ્રક્રિયા અંગે પગલા ભરવાની રજુઆતો પ્રત્યે દુર્લક્ષતા દાખવતા બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુદાસર તાલુકા મામલતદાર સમક્ષ રજુઆત આવેદન આપી આગામી દિવસોમાં પ્રશ્નોના ઉકેલ નહી આવે તો પ્રતિક ઉપવાસ તથા ૧ર મી જુને શહેર સજ્જડ બંધ પાળવા અલ્ટીમેટમ આપ્યું છે. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ બાબરા મુખ્ય બજારમાં બનાવેલ આરસીસી રોડમાં કામ રાખનાર એજન્સી દ્વારા નબળી કામગીરી અંગે અનેક રજુઆતો થવા છતા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી

સાથોસાથ શહેરી કક્ષાએ યુરીનલ બનાવવા તેમજ પ્રી મોન્સુન કામગીરી માટે બાબરા મધ્યમાંથી પસાર થતી કાળુભાર નદીમાં સફાઇ હાથ ધરવા તેમજ શહેરી કક્ષાએ વેપારીના ઉપયોગ માટે ડસ્ટબીન આપવાન માંગો પ્રત્યે ઉદાસીન વલણ દાખવતા વેપારી આલમમાં નારાજગી વ્યાપી જવા પામી છે. બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મુનાભાઇ  મલકાણ સહીતે આપેલ આવેદનમાં આગામી દિવસોમાં સ્થાનીક પાલીકા તંત્ર યોગ્ય નહી કરે તો પ્રતિક ઉપવાસ સહીત શહેર બંધ રાખી પ્રબળ વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

(1:42 pm IST)