Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ખંભાળીયામાં સરકારી ગોડાઉનમાં ચોરી કરનાર ત્રણ શખ્સો ઘઉંના ૧પ બાચકા સાથે ઝડપાઇ ગયા

ખંભાળીયા, તા. ૭ : પોલીસ અધિ. રોહન આનંદ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ. એન.આઇ. રાઠોડની સુચના મુજબ વાય.જી. મકવાણા, પો.સબ ઇન્સ. તથા પ્રતાપભાઇ ભાટીયા, પો.હે. કોન્સ. આસપાલભાઇ ગઢવી પો. હેડ કોન્સ રવિભા હેરભા અ.હે.કો.,માલદેભાઇ નંદાણીયા, પો.કોન્સ. સામતભાઇ ગઢવી પો.કોન્સ. ગોવિંદભાઇ કરમુર અ.લોર. વિગેરે હકીકત મળેલ કે ખંભાળીયામાં આવેલ સરકારી હોસ્પિટલ રીલાયન્સ સર્કલ પાસે રોડ ઉપર સલેમાનભાઇ મામદભાઇ સંઘાર -વાઘેર ઘઉંના બાયકા લઇને ઉભેલ છે જે શંકાસ્પદ જણાઇ આવે છે

જેને પો.સ્ટે. ખાતે લાવી પૂછપરછ કરતા તેણે તથા તેની સાથેના જુનસભાઇ આમદભાઇ સંઘાર તથા ફીરોઝ તૈયબભાઇ શેખનાઓ તથા  અકબરભાઇ આમદભાઇ સંઘારનાઓએ સાથે આજથી ચારેક દિવસ પહેલા રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલ સરકારી ગોડાઉનમાંથી એકબીજાની મદદગારી કરીને ઘઉંના બાચકાની ચોરી કરેલ હોય અને જે મતલબનો ગુન્હો ખંભાળીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૬/૧૮ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪પ૭ મુજબથી નોંધાયેલ હોય અને તેઓએ આ ગુન્હાના કામની મુદામાલની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હોય જેથી પકડી પાડેલ. આરોપી પાસેથી ગુન્હાના કામે ઘઉંના કટા (બાયકા) કુલ-૧પ કિંમત રૂપિયા ૧૩,૧રપ/અનો મુદામાલ કબ્જે કરેલ છે.

(1:40 pm IST)