Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જામનગરમાં અગાઉનો ખાર રાખીને માર માર્યોઃ ખૂનની ધમકી

જામનગર, તા.૭: અહીં સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૬–૭–ર૦૧૮ના બેડેશ્વર વાલસુરા રોડ બાપા સીતારામ મડુલી પાસે, દરબાર પાળામાં આ કામના ફરીયાદી દિલીપસિંહ એ અગાઉ આ કામના આરોપીઓ ભુપતસિંહ જેઠીજી પરમાર, જીતેન્દ્રસિંહ ભુપતસિંહ પરમાર, અજીતસિંહ લખુભા રાઠોડ, રે. જામનગરવાળાઓને ઘર પાસે મોડી રાત્રીના બેસવાની ના પાડેલ હોય જે મનદુઃખ ના કારણે આ કામના આરોપીઓએ આ કામના ફરીયાદી દિલીપસિંહને ગાળો દઈ આ કામના આરોપી ભુપતસિંહ જેઠીજી પરમાર એ લોખંડના પાઈપ થી ડાબા પગમાં માર મારી ઈજા કરી તથા આ કામના આરોપી જીતેન્દ્રસિંહ ભુપતસિંહ પરમારએ ફરીયાદી દિલીપસિંહને જમણો કાન ખેચતા ઉજરડા છોલાણા ની ઈજા કરી આ કામના આરોપી અજીતસિંહએ ઢીકાપાટુ મારી ત્રણેય આરોપીઓ ફરીયાદી દિલીપસિંહને જાન થી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં સીટી ઙ્ગ'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કન્સ. દિનેશભાઈ રામજીભાઈ સાગઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૭–ર૦૧૮ના લીંડી બજાર તરફ જતા જાહેર રસ્તામાં આ કામના આરોપી મહમંદભાઈ હુશેનભાઈ શેરાવાલા, નજીર ઉર્ફે ગેટીંગ ઓસમાણભાઈ સમા, આસીફભાઈ આમદભાઈ બાજરીયા, સલીમભાઈ જુમાભાઈ ઉલીયા, અજીજ ઉર્ફે તાલા મામદભાઈ લખાના રે. જામનગરવાળાઓ જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪ર૩૮૦/– તથા ઘોડીપાસા નંગ–ર ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

રીક્ષા છકડો પુર ઝડપી ચલાવી પલ્ટી ખવડાવી ઈજા કર્યાની રાવ

અહીં સીટી 'સી' પોલીસ સ્ટેશનમાં પૃથ્વીરાજસિંહ મહોબબ્તસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૭–ર૦૧૮ના રોજી પેટ્રોલ પંપ, હિરજી મિસ્ત્ર્રી રોડ પર આ કામના આરોપી જી.જે.૦૪ એકસ ૩૯૧૯નો ચાલક યુવરાજસિંહ ટપુભા પરમાર રે. જામનગરવાળો પોતાના કબ્જાની રીક્ષા છકડો પુર ઝડપે ચલાવી સ્પીડ બ્રેકર

ટપાળી પલ્ટી ખવડાવી આ કામના ફરીયાદી પૃથ્વીરાજસિંહ ને માથામા, હાથમાં તેમજ સાહેદને જમણા હાથમાં ઈજા કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા ત્રણ ઝડપાયા : બે ફરાર

પંચ 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિનેશભાઈ આંબાભાઈ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૭–ર૦૧૮ના આ કામના આરોપી જસાભાઈ સામજિભાઈ ધારવિયા, પ્રફુલકાનજીભાઈ માંડવીયા, અશોકભાઈ કાનજીભાઈ માંડવીયા રે. ખીમરાણા ગામ, તા.જિ.જામનગરવાળા જાહેરમાં ગંજીપતા ના પાના વડે તિનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ર૭૭૦/– તથા ગંજીપતાના પાના નંગ–પર સાથે ઝડપાઈ ગયેલ છે તથા આ કામના આરોપી અશોકભાઈ મોહનભાઈ ગોહીલ, અનીલ જમનભાઈ ધારવીયા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિકકા માં જુગાર રમતા પાંચ ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ઈરશાદઅલી રમઝાનઅલી અંસારી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૭–ર૦૧૮ના સિકકા કારાભુંગા બાલાહનુમાન મંદિર, ચામુંડા ચોક પાસે આ કામના આરોપી મનુભાઈ લાલજી સોલંકી, મોહન ભાણજી હેરંભા, કાનજી શીવાભાઈ સોલંકી, ડાયાલાલ પિતામ્બરભાઈ રાઠોડ, આનંદ વાધજીભાઈ રાઠોડ, રે. સિકકા ગામ, કારાભુંગા, તા.જિ.જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪પ૪૦/– તથા મોબાઈલ નંગ–૩ કિંમત રૂ.ર૦૦૦/– તથા ગંજીપતાના પાના નંગ–પર મળી કુલ રૂપિયા ૬પ૪૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:39 pm IST)