Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી સંતોષકારક નહીં થયાની ચીફ ઓફિસરને રજૂઆત

મોરબી તા. ૭ : દર વર્ષે નગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચ કરવામાં આવે છે પરંતુ પ્રથમ વરસાદે જ મેઘરાજા તંત્રના દાવાની પોલ ખોલી નાખે છે ચાલુ વર્ષે પ્રી મોન્સૂન કામગીરી સંતોષકારક ના હોવાનું ખુદ પાલિકા પ્રમુખે સ્વીકારી ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

મોરબી નગરપાલિકા દ્વારા નાલા અને વોકળાની થયેલી સફાઈ યોગ્ય નથી અને પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થઇ ના હોય તેવા આક્ષેપો સામાન્ય રીતે વિપક્ષ અથવા નાગરિકો કરતા હોય છે જોકે મોરબી પાલિકામાં હમેશા ઉલટી ગંગા વહેતી હોય તેમ મોરબીમાં પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય ના હોવાનું ખુદ પાલિકાએ કહ્યું છે પાલિકા પ્રમુખ કેતનભાઇ વિલપરાએ ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા શહેરના વોકળા નાલા સફાઈની કામગીરી અન્વયે કોન્ટ્રાકટ આપી સફાઈ કરાવી છે તે વોકળાની કામગીરીનું નિરીક્ષણ કરતા કામગીરી સંતોષકારક નથી અને આ મામલે કોન્ટ્રાકટરને જરૂરી સુચના આપી કામગીરી સંતોષકારક અને ચોક્કસ થાય તેવી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

(1:27 pm IST)