Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નારણભાઇ કાછડીયા બાબરા પંથકના પ્રવાસે

 બાબરા : અમરેલી જીલ્લાના લોકપ્રિય સાંસદ સભ્ય નારણભાઈ કાછડીયા દ્રારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત બાબરા તાલુકાના પ્રવાસ દરમ્યાન લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોચાડવા માટે બાબરા તાલુકાના ૫૮ ગામોના લોકોનો સીધો સંપર્ક કરીને જાણકારી મેળવી હતી. આ તકે બાબરાના માજીધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીન ભાઇ રાઠોડ ભાજપના અગ્રણી બિપીનભાઇ રાદડીયા, શહેર ભાજપના પ્રમુખ લલીતભાઇ આબલીયા, મહામંત્રી મહેશભાઈ ભાયાણી, શહેર ભાજપ ઉપ પ્રમુખ દિપક કનૈયા, જગદીશભાઇ નાકરાણી, મધુભાઈ ગેલાણી સહીત આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : મનોજ કનૈયા, બાબરા)

(1:26 pm IST)