Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પારડીમાં છાત્ર અમન બકરાણીયોના ફાંસો ખાઇ આપઘાતઃ કારણ અંગે તપાસ

સ્કુલેથી આવ્યા બાદ ઘરે આપઘાત કરી લીધોઃ સુથાર પરીવારમાં અરેરાટી

તસ્વીરમાં સગીરનો મૃતદેહ અને લોકોના ટોળા નજરે પડે છે. ઇન્સેટ તસ્વીરઅમનની છે.(તસ્વીરઃ કમલેશ વાસાણી-શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ, તા., ૭: શાપર-વેરાવળ નજીકના પારડી ગામમાં ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરે આવી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળ પાસે પારડી ગામે રહેતા અમન કિશોરભાઇ બકરાણીયા (ઉ.વ.૧૬) ગઇકાલે સાંજે સ્કુલેથી પરત ફરી ઘરમાં ચુંદડીની ફાંસો ખાઇ આઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ સિંધુ તથા એએસઆઇ નાથાલાલ રાઠોડ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જતો હતો અને મૃતકની લાશને ે પીએમ માટે કોટડા સાંગાણી હોસ્પીટલે ખસેડી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક અમન બે ભાઇ અને બે બહેનોમાં સૌથી નાનો હતો અને ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. અમનના પિતા અને તેનો મોટો ભાઇ સુતારી કામ કરે છે. એક બહેન પરીણીત છે. છાત્ર અમને કયાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે છાનભીન્ન શરૂ કરી છે. વધુ તપાસ એએસઆઇ નાથાલાલ રાઠોડ ચલાવી રહયા છે.

પરીવારના નાના પુત્રના મોતથી સુથાર પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(12:48 pm IST)
  • વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. access_time 1:19 am IST

  • અમારી સરકારમાં કોઈ યોજનાઓ લટકતી-ભટકતી-અટકતી નથીઃ રાજસ્‍થાનમાં ૨૧૦૦ કરોડની યોજનાઓનો શિલાન્‍યાસ કરતા મોદીઃ જંગી રેલીને સંબોધનઃ કોંગ્રેસ ઉપર પ્રહારો access_time 4:26 pm IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST