Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જીતુભાઇ હિરપરાના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે કાલે જુનાગઢમાં પેટા ચુંટણી

જૂનાગઢ તા. ૭ : આવતીકાલે જૂનાગઢના વોર્ડ નં. ૧૫ની પેટા ચુંટણી માટે મતદાન થશે. જેમાં ૧૦,૭૨૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

પૂર્વ મેયર અને વોર્ડ નં. ૧૫ના ભાજપના કોર્પોરેટર જીતુભાઇ હિરપરાના અવસાનથી ખાલી પડેલી બેઠકની પેટાચુંટણી જાહેર થઇ છે જેનું આવતીકાલ તા. ૮ના રોજ સવારે ૮થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે.

આ પેટાચુંટણીના મતદાન માટે કલેકટર ડો. સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ - ગોઠવણ કરી લેવામાં આવી છે.

પેટા ચુંટણીમાં કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો વચ્ચે સીધી રાજકીય ફાઇટ છે. ભાજપ આ બેઠક જાળવી રાખે છે કે કેમ તે જોવું રહ્યું.  કુલ ૧૦,૭૨૦ મતદારો મતદાન કરશે. જેમાં ૫૨૪૨ પુરૂષ અને ૫૦૨૮ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જેના માટે કુલ ૧૨ ઇવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ૬ ઇવીએમ રિઝર્વ રાખવામાં આવેલ છે. તા. ૧૦ જુલાઇના રોજ મતગણતરી થશે.

વોર્ડ નં. ૧૫ની એક બેઠકની પેટા ચુંટણીને લઇ રાજકીય ઉત્તેજના પ્રવર્તે છે. મતદાન દરમિયાન કાયદો - વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

(12:46 pm IST)