Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વેરીફિકેશનના બહાને ઓટીપી નંબર માંગી ગઠીયો કળા કરી ગયો

જસદણ ટીડીઓના ખાતામાંથી ગઠીયાએ ર૦ હજાર ઉપાડી લીધા

જસદણ તા. ૭ :.. એટીએમ ચાલુ કરાવવાના બહાને ઓટીપી માંગી જસદણ તાલુકા વિકાસ અધિકારીના બેંક ખાતામાંથી વીસ હજાર ઉપાડી જતા ચકચાર જાગી છે.

જસદણ તાલુકા વિકાસ અધિકારી એ.એમ. પટેલનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં બેંક ખાતુ છે. જેનું એટીએમ કાર્ડ બંધ થઇ ગયું હતું. દરમિયાન બે દિવસ પૂર્વ તેમના મોબાઇલમાં ફોન આવ્યો હતો અને એટીએમ કાર્ડ બંધ હોઇ ચાલુ કરાવવા જણાવ્યું હતું. એસબીઆઇ અમદાવાદ હેડ ઓફીસેથી બોલાતા હોવાનું જણાવ્યું હતું અને કાર્ડ ચાલુ કરાવવા ઓટીપી માગ્યો હતો. બીજી વખત વેરીફીકશેનના બહાના હેઠળ ફરીવાર ઓટીપી માગ્યો હતો. જો કે ત્યારબાદ ટીડીઓ પટેલને શંકા જતા અને તેમની સાથે છેતરપીંડી થઇ હોવાનું તેમને લાગતા ત્રીજી વખત ઓટીપી આપવાને બદલે ફોન કાપી નાખ્યો હતો. જો કે ત્યારબાદ બેંક ખાતમાં તપાસ  કરતા રૂપિયા ૯૯૯૯ બે વખત એટલે કે કુલ રૂપિયા  ૧૯૯૯૮ રૂપીયા ઉપડી ગયા હતાં.

(12:46 pm IST)
  • નડિયાદ ડિવિઝન સ્કવોર્ડે બાતમીના આધારે, સંધાણા પાસેથી કારમાં લઇ જવાતા 300 લીટર દેશી દારૂ ના 10 પોટલાં સાથે એક મહિલા અને પુરુષને ઝડપી લીધા છે. access_time 8:12 pm IST

  • ગુજરાતમાં નદી માર્ગે દારૂની રેલમછેલ : છોટાઉદેપુરના ખડલા ગામેથી ક્વાંટ પોલીસે ત્રણ બોટ સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એક શખ્શને ઝડપી લીધો :ક્વાંટ તાલુકાના ખડલા ગામે નર્મદા નદીના માર્ગે બેથી ત્રણ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો access_time 1:22 am IST

  • અમદાવાદ સેટેલાઇટ ગેંગરેપ કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની બ્રેઇન મેપિંગ માટે મેટ્રો કોર્ટમાં મંજૂરી માંગી હતી. જેથી શનિવારે મેટ્રો કોર્ટે આરોપીઓની બ્રેઇન મેપિંગ માટેની મંજૂરી આપી હતી. access_time 1:20 am IST