Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સોમનાથ મહાદેવનો સુવર્ણ યુગ પુનઃ જીવંત થઇ રહ્યો છે

મંદિરના સ્‍થંભો મઢવાની કામગીરી પૂરજોશમાં: ૧૦ કરોડનું ૩૦ કિલો સોનું વપરાશેઃ દિલ્‍હીના કારીગરો દ્વારા થતું કાર્ય

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૭ :.. સોમનાથ મહાદેવનો સુવર્ણ યુગ પુનઃ જીવંત થઇ રહ્યો છે. મંદિરનાં શિખર ઉપરની ટોચ, ધ્‍વજદંડ તેના ઉપરના ત્રિશુલ, ડમરૂ, ભગવાન નિવાસ મંદિરનાં સ્‍થંભો સોનાથી ઝળહળી રહ્યા છે. અને હાલ મંદિરનાં સ્‍થંભો મઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહેલ છે. આ સ્‍થભો ૩૦ કિલો સોનું ૧૦ કરોડનાં સુવર્ણથી ઝળહળવા ની કામગીરી પણ થઇ રહેલ છે. અને પૂર્ણતાનાં આરે છે. આ કામગીરી દિલ્‍હીનાં કારીગરો  કરી રહેલ છે.

સોમનાથ મહાદેવનો સુવર્ણ યુગની ભારતવાસીઓની કલ્‍પના સાકાર થવાના પગરણ આગળ અને આગળ ધપી રહ્યા છે. પ્રાંચીન યુગમાં ઇતિહાસમાં સોમનાથ મંદિર સુવર્ણનું બનેલુ હતું તેવી વાતો લખાઇ ચુકી છે.

ભારતની અસ્‍મિતાનાં પ્રતિક સમા સોમનાથ મહાદેવનો સુવર્ણ યુગ ફરી વખત આવે તે દરેકનું સ્‍વપ્ન હોય છે. અને એ જ દિશામાં પવિત્ર ભાવના શ્રધ્‍ધા સાથે દાતાઓનો સહયોગ અને સોમનાથ ટ્રસ્‍ટનાં અધ્‍યક્ષ કેશુભાઇ પટેલ ટ્રસ્‍ટીઓ સોમનાથ ટ્રસ્‍ટનાં મેનેજર સહિત નાના મંદિર સંપૂર્ણ સોનાનું થઇ જાય તેવા ક્રમશ તબકકાવાર હાથ ધરેલા પ્રયાસોને સારો પ્રતિસાદ મળેલ છે.

મંદિરના ગર્ભ ગૃહને સંપૂર્ણ સોનાથી મઢી દેવામાં આવેલછે. મંદિરનાં શિખર, ધ્‍વજદંડ વગેરેને સોનાથી મઢયા બાદ હવે મંદિરનાં સ્‍થંભો ૩૦ કિલો સોનાથી મઢવાની કામગીરી પુર્ણતાનાં આરે છે. આ સ્‍થભો મઢવા માટે દિલ્‍હીના કારીગરો દ્વારા સ્‍થંભોનું પુરેપુરૂ માપ લઇ તેના પુઠાનાં મોડેલનાં માપ ઢાળી દિલ્‍હી લઇ ગયા અને ત્‍યારબાદ આ સ્‍થંભો  મઢવાની કામગીરી પુર્ણતાને આરે છે.

સોમનાથ મહાદેવને વર્ષોથી લાખો કરોડોનાં સોના ચાંદીનું દાન થાય છે જેમાં તા. ર૮ ડીસેમ્‍બર ર૦૧ર સોમનાથ મહાદેવ મંદિર નવનિર્માણ બાદ ૩૬ કિલો સોના  જડીત થાળાનું અનુદાન મળ્‍યું જે મહાદેવ જાતે ફરતે થાળુ (જવાધારી) અંદાજે ૧૦ કરોડથી વધારેથી તૈયાર થઇ છે તેનું લોકાર્પણ  થયું છે.

શ્રાવણ માસમાં ર૦૧૭ દરમ્‍યાન મંદિરને ર૧ તોલા સોનું ભાવિકોએ ધર્યુ હતું.

દિલ્‍હીનાં ઇન્‍દુબેન ગણાત્રાએ જીવન પુંજીના સાચાવી રાખેલ સોનાનો ચેઇન, ચાંદીનો હાર, સોનાની વીટી આમ ૯૪ ગામ સોનું ૩૮ ગ્રામ ચાંદી સોમનાથ મહાદેવને તા. ૩-૬-ર૦૧૧ નાં રોજ અર્પણ કરેલ હતાં.

સોમનાથ મંદિરનાં ૧૪પપ જેટલા કમળશો સુવર્ણથી મઢવા અમદાવાદનાં ગીરીશ પટેલ દ્વારા આ અગાઉ રૂ. પ.પ૧ લાખ મયુર દેસાઇ દ્વારા પ.પ૧ લાખ દિપક પટેલ અને સુનિલ પટેલ દરેકે રૂ. ૧.ર૧ લાખ આપેલ છે.

સોમનાથ મંદિર ગર્ભ ગૃહ દરવાજા દિવાસો ધ્‍વજદંડ, ડમરૂ, ત્રિશુલ, વગેરે સુવર્ણ જડીત બન્‍યા બાદ ભગવાનનાં આભુષણો સહિતનાં સોના મઢવાના સંકલ્‍પોમાં વિસનદાસ હોલેરામ લખી પરિવાર અને દિલીપભાઇ લખીનું યશસ્‍વી અને મોટુ યોગદાન છે.

મંદિર ત્રણ ભાગમાં વહેચાયેલ છે ગર્ભગૃહ સભામંડપ અને નૃત્‍યુ મંડપ, આ તમામને જેમ જેમ દાતાઓનો સહયોગ મળતો જશે તેમ તેમ સોનાથી અલંકૃત કરવામાં આવશે.

સોમનાથ મહાદેવનાં મંદિરની ઉંચાઇ  ત્રિશુલ સાથે ૧પપ ફુટ છે. અને પર ગજની ધજા તેનાં ઉપર ફરકી રહેલ છે આ ધજા અરબી સમુદ્રમાંથી આવતા પવનને કારણે ધજા સતત ફરકતી રહે છે જે.

સોમનાથ મંદિરમાં ટ્રસ્‍ટનાં પી. આર. ઓ. પાસેથી મળતી માહિતી મુજબ એક વર્ષમાં અંદાજીત ૧ કરોડની આજુ-બાજુ દર્શકો  આવે છે અને સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્‍ય બને છે.

સોમનાથ મહાદેવમાં આરતી વર્ષેથી હાથથી કરવામાં આવે છે જેમાં નગારૂ અને ઘંટ તેમજ ઝાલર વગાડીને કરવામાં આવે છે અને સોમનાથ મહાદેવની આરતી ભવ્‍ય હોય છે તેનો લ્‍હવો લેવો અદ્‌્‌ભુત હોય છે.

સોમનાથ મહાદેવની ત્રણ વખત આરતી થાય છે. જેમાં સવારનાં ૭, બપોરનાં ૧ર અને સાંજના ૭ કલાકે અને સાંજની આરતી બાદ ભવ્‍ય લાઇટ એન્‍ડ સાઉન્‍ડસો લોકોને જોવા મળે છે જેમાં સોમનાથ મહાદેવનો ઇતિહાસ જોવા મળે છે.

સોમનાથ મંદિરની વાર્ષિક આવક ૪૦ કરોડ છે જેમાં શ્રાવણ માસની ૪.રપ કરોડ છે.સોમનાથ મહાદેવનાં મંદિરે દર વર્ષ ૭.પ૦ (સાડા સાત) કરોડ પ્રસાદીનાં પેકેટ વેચાય છે.

સોમનાથની સુરક્ષામાં ટ્રસ્‍ટનાં ૮૦ સીકયુરીટી, બે પી.એસ.આઇ., રપ લેડીઝ, જી. આઇ. ડી. રપ પુરૂષ જીઆઇડી રપ પોલીસનાં જવાનો છે.

(12:09 pm IST)