Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ભાવનગરમાં જરૂરિયાતમંદોને કિટ અર્પણ

ભાવનગર : ભરતનગર ખાતેના ૨૭ જરૂરિયાત મુજબના પરિવારોને સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા રસોડાની ઉપયોગી ચીજવસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી. જેમા ઘઉંથી લઇને મીઠા સુધીની તમામ વસ્તુઓ અપાઇ હતી. જેમાં દાતાઓના સહકારથી આ સેવાકાર્ય કરેલ. એક મહિનો ચાલે તેટલુ કરિયાણુ કીટ દ્વારા સરદાર યુવા મંડળ ભરતનગરના કાર્યાલયેથી વિતરણ કરેલ તે  તસ્વીર.

(11:55 am IST)
  • નર્મદાના સાગબારા પંથકમાં ભારે વરસાદને કારણે ભોર આંબલી ગામ પાણીમાં ડૂબ્યું : નદીમાં પુર ને કારણે ગામમાં પાણી ફરી વળ્યા : ખેત મજૂરો સહિત અન્ય ગામમાં ગયેલ લોકો ફસાયા : નદીમાં સુરક્ષા દીવાલ ન હોવાને કારણે ઘરોમાં ઘુસી ગયા પાણી access_time 7:19 pm IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • વલસાડ: મધુબન ડેમના 8 દરવાજા અચાનક ખોલાતા કુદરતી હાજતે ગયેલ એક યુવક પુલ પર ફસાયો: વાસના રખોલી નજીકની પુલ પરની ઘટના:ડેમ માં થી પાણી છોડાતા દમણગંગા નદી માં પાણી નું સ્તર વધતા યુવક ફસાયો:પુલ પર ફસાયેલા યુવક ને બચાવવા ફાયર બ્રિગેડ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમો કામે લાગી access_time 2:03 pm IST