Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઉપલેટા-તાલુકા મધ્યાહન ભોજન સંચાલકોના હડતાલથી બાળકો ભોજન વિહોણા

ઉપલેટા તા.૭ : તાલુકા અને શહેરના તમામ મધ્યાહન યોજનાના કેન્દ્રો તા. ૨૫ થી બંધ થયેલ છે. જેથી શાળાએ આવતા બાળકો આ યોજનાના લાભથી વંચીત રહે છે.

આ યોજનામાં જે કર્મચારીઓ છે તેઓને આજરોજ ન જેવું માનદ વેતન રોજના રૂ. ૩૫ થી ૪૦ આપવામાં આવે છે. અને તેઓનું વર્ષોથી સરકાર શ્રી શોષણ કરે છે. તેઓની માંગણી છે કે કોર્ટ દ્વારા જે માનદ વેતન નકકી થયેલ છે તે મળવુ જોઇએ.

આ હડતાલ અન્વયે સરકારશ્રીએ આ યોજના ચાલુ રાખવા માટે જે તે શાળાના આચાર્ય અને શિક્ષકોને રસોઇ બનાવી બાળકોને ભોજન આપવું તેવો પરિપત્ર કરેલ છે. શિક્ષકો શિક્ષણ કાર્ય કરે કે આ રસોઇની વ્યવસ્થા માં રોકાય. આ કારણે શિક્ષણ કાર્ય પર પણ ખરાબ અસર પડે તો આ અંગે શિક્ષક મંડળે વિરોધ કરવો જોઇએ.

બાળક દીઠ ૧૦ ગ્રામ ચણાનો પુરવઠો ફાળવવામાં આવે છે તેમજ નજીવો તેલનો પુરવઠામાં સુખડી વગેરે બનાવવાની હોય છે તો આટલા પુરવઠામાં કુપોષણ દૂર કેમ કરવુ અને રૂ.૩૫ થી ૪૦ માં આઠ કલાક કામ કરવુ પડે જેથી આ બાબતે સરકારશ્રી યોગ્ય નિર્ણય લઇ મધ્યાહન ભોજન સંચાલકોને ન્યાય અપાવવા માંગ ઉઠી છે.

(11:49 am IST)