Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જામનગર : જુના કેસમાં સમાધાન કરવા રૂ. પાંચ લાખની માંગણી કરી

જામનગર તા. ૭ : અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આશાબેન મુકેશભાઈ પ્રભુભાઈ નંદા એ ફરીયાદ નોંધાવી છે કે,   તા.૧૮–૬–ર૦૧૮ના હવાઈચોક ભાનુશાળી વાડ, ટીંબાફળીમાં રહેતા ફરીયાદી આશાબેન ના દિકરા વિશાલ ઉપર અશોકભાઈ ઉર્ફે મુનો છોટાલાલ વશીયર ની દિકરી દિવ્યાએ બળાત્કારની ફરીયાદ કરેલ હોય અને આ ફરીયાદમાં સમાધાન રવા માટે આરોપી અશોક ઉર્ફે મુનો છોટાલાલ વશીયર, પિયુશ રાજેશભાઈ વશીયર, જીતેન ઉર્ફે જે.ડી.દિનેશભાઈ હરવરા એ લાકડાનો ધોકો  તથા  રાજેશ ઉર્ફે ભોલો છોટાલાલ વશીયરએ છરી લઈને ફરીયાદી આશાબેનના ઘરે જઈ સમાધાન કરવા રૂપિયા પાંચ લાખની માંગણી કરી ગાળો કાઢી ફરીયાદી આશાબેનનું મકાન બળજબરીથી કાઢી લેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી  ગુનો કરેલ છે.

દાગીના ચોરાયાની રાવ

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં ગીતાબેન રમેશભાઈ પ્રજાપતિએ ફરીયાદ નોંધાવી છે કે,જકાતનાકા પાછળ વિજયનગર પાસે કોઈ અજાણ્યો ચોર ઈસમ એ રહેણાક મકાનમાં આવેલ તિજોરીમાં આજથી એક અઠવાડીયા પહેલા સોનાની દામણી સેટ આશરે પાંચ તોલાની કિંમત રૂ.૧૦,૦૦૦ સોનાનો હાર કિંમત રૂ.૬૦,૦૦૦ ચાંદીનો કેડનો કંદોરો તથા પગનુ પાયલ રપ,૦૦૦ કુલ ૧૮પ,૦૦૦ની મતા સોના ચાંદીના દાગીના રાખેલ હતા આ કામનો આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મોટરસાયકલ પાછળથી અથડાતા ઈજા

સિકકા પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ વસજાંગભાઈ સંઘાર એ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા જકાત નાકાથી આગળ પુલીયા પાસે ફરીયાદી રમેશભાઈ પોતાનું મોટરસાયકલ નં. જી.જે.૧૦–સી.એમ.–પ૭૯પ નું લઈ સિકકા જકાતનાકાથી પોતાના ઘર તરફ વળતા પાછળથી મોટરસાયકલ ચાલક ભીખાભાઈ રામભાઈ બજરંગ ડેરીવાળા એ તેના મોટરસાયકલથી ઠોકર મારી ફરીયાદી રમેશભાઈને પછાડી દઈ શરીરે મૂંઢ ઈજા તથા જમણા પગમાં ઘુંટીના ભાગે ફેકચરની ઈજા કરી ગુનો કરેલ છે.

પાણાખાણ વિસ્તારમાં જુગાર

અહીં સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. એમ.એમ.નંદા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, પાણાખાણ લેહરી પાન વાળી ગલી પાસે, શીવનગર પાસે, તેમન કેદાર સાહ, અરૂણકુમાર રામજીતરામ , ઉમાશંકર દિલીપરામ, પ્રમોદકુમાર બરમદયાલ પંડિત, રીતેશ કેશવપ્રસાદ સીંગ, સંતોષકુમાર ભરતરામ ચમાર, સુરેન્દ્ર નંદકિશોરસીંગ, સુરેશ શંકરરામ, જુગાર રમી રમતા ગંજી પતાના પાના નંગ–પર તથા રોકડા રૂપિયા ૧૦,૪૦૦ ના મુદમાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

લોટરી ના નામે પૈસા પડાવી છેતરપીંડી

મેઘપર પોલીસ સ્ટેશનમાં ઉપેન્દ્ર છબીલ યાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, કાનાલુસ ગામે એલ.સી.–૯ કોલોનીમાં આરોપી મોબાઈલ ધારક નં. ૮૪૦૪૮૯ર૧૭પ તેમજ ૯૯૩૯૭૪૯૩૮૮ તેમજ ૯૧૦ર૪૬૪૬૬ર૦ તેમજ ૬ર૦૧ર૮૩૧૮ર નંબરવાળાએ ઉપેન્દ્રને તેમને ૧ર,૮૦૦૦૦ની લોટરી લાગેલ છે તેમ કહીં તેની પાસેથી કુલ રૂપિયા ૧,૮૦૦૦૦ મેળવી લોટરીના રૂપિયા ૧,૮૦૦૦૦ની વિશ્વાસઘાત છેતરપીંડી કરી ધમકી આપી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મિતેશભાઈ કાનજીભાઈ પટેલ એ ફરીયાદ નોંધાવી છે કે, ચંદુલાલ શંભુરામ મંગે એ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.૪૦૦ ની હેરાફેરી કરી ઝડપાઈ ગયેલ છે તથા આરોપી પ્રફુલ ઉર્ફે મમરો જગદીશ ભદ્રાને અટક કરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:37 am IST)