Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કડક હાથે કામ લેવા માટે જાણીતા જે.બી.કરમુરેએ કેશોદ પીઆઇનો ચાર્જ લીધો

વિસાવદરમાં અસામાજીક તત્વો સામે ઝૂંબેશ ચલાવેલી

જુનાગઢ તા.૭: જુનાગઢ એસપી નિલેશ જાજડીયા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ પોલીસ સબ ઇન્સ તરીકે જે બી કરમુરની નિમણુંક કરવામાં આવી છે તથા કેશોદ પો સ્ટે નો પીઆઇ તરીકે વધારાનો ચાર્જ પણ સોપવામાં આવેલ છે.

શ્રી કરમુરે આજે કેશોદ પીઆઇ તરીકેનો ચાર્જ સંભાળી કામગીરીનો પ્રારંભ કર્યો છે. શ્રી કરમુર પોલીસ બેડામાં જાંબાઝ અને  કડક પોલીસ અધિકારીની છાંપ ધરાવે છે તેઓએ વિસાવદરમાં ૧૩ માસ ફરજ બજાવી પ્રજાને શાંતિ અને સલામતિનો અહેસાસ કરાવી પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યુ હતુ. ત્યારબાદ તેમની જુનાગઢ એસઓજીમાં નિમણુંક કરવામાં આવી હતી અને ત્યાંથી ગિર સોમનાથ જિલ્લામાં બદલી પામેલ અને ફરી જુનાગઢ જીલ્લામાં તેઓની બદલી થતા એસપી શ્રી જાજડીયા દ્વારા તેઓને કેશોદ પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરતા તેઓએ વિધીવત ચાર્જ સંભાળ્યો હતો. શ્રી કરમુરે ચાર્જ સંભાળતાજ અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

(11:36 am IST)