Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જામજોધપુર તાલુકાની શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજનાં કેન્‍દ્રોમાં સંચાલક કુકની ભરતી

જામનગર, તા.૭: જામજોધપુર  તાલુકાના પાટણવાડી પ્રાથમિક શાળા, નાળીયરોનેશ પ્રાથમિક શાળા(બીજો પ્રયત્‍ન), ગીંગણી કુમાર પ્રાથમિક શાળા, રાજવડ પ્રાથમિક શાળા(બીજો પ્રયત્‍ન), ચિરોડ મુળુજી પ્રાથમિક શાળા, મેદ્યપર આંબરડી પ્રાથમિક શાળા, બોરીયોનેશ પ્રાથમિક શાળા, ગઢકડા પ્રાથમિક શાળા, પાનીયોનેશ પ્રાથમિક શાળા(બીજો પ્રયત્‍ન), મેદ્યપર પ્રાથમિક શાળા, સોરઝરનેશ પ્રાથમિક શાળા, વડાળીનેશ પ્રાથમિક શાળા -ગામોના જુના મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રો હાલમાં ચાલુ શૈક્ષણિક સત્રથી નિયત માનદવેતન દ્વારા કેન્‍દ્ર સંચાલક-કમ-કુકની નિમણુંક કરવાની થાય છે. ઉમેદવારો એસ.એસ.સી. પાસ લાયકાત ધરાવતા તથા વિધવા, ત્‍યકતા અને  ઉ.વ.૨૦ થી ૫૦ વર્ષની ઉમરમર્યાદા અને મધ્‍યાહન ભોજન યોજનાના અનુભવી તેમજ તંદુરસ્‍ત અને કોઇપણ ગુનાહિત કાર્ય કરેલ ન હોય તેમજ સરકારશ્રીના પરિપત્ર મુજબ પ્રથમ મહિલાઓ માટે અને સ્‍થાનિક ઉમેદવાર અથવા નજીકના કેન્‍દ્રની બાજુમાં રહેતા હોય તે વિસ્‍તારમાંથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં તમામ આધાર પુરાવા જેવા કે શૈક્ષણિક લાયકાત, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ તેમજ અનુભવનું પ્રમાણપત્ર તમામ પ્રમાણિત કરેલ કાગળો અરજી સાથે જોડવાના રહેશે.   

દિવસ-૧૦ માં કચેરીના કામકાજના સમય દરમ્‍યાન નિયત નમુનામાં અરજી પત્રક મામલતદાર કચેરી જામજોધપુર ખાતેથી ઉમેદવાર રૂબરૂ આવીને વિનામૂલ્‍યે લઇ અને અરજી કરવાની રહેશે તેમ મામલતદારશ્રી જામજોધપુરની યાદીમાં જણાવાયુ છે.

 

(10:44 am IST)
  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST

  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST