Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

રાજય સરકાર દારૂના ધંધાર્થી સામે હજુ વધુ કડક કાર્યવાહી કરશેઃ ગૃહરાજય મંત્રીશ્રી

હળવદ તાલુકા પંચાયત ભવનના લોકોર્પણ પ્રસંગે મંત્રીશ્રી જાડેજાને પ્રજાને ખાત્રી

મોરબી- હળવદ, તા.૭: જીખ.હ.૮૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ હળવદ તાલુકા પંચાયત ભવનનું વિધિસર લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરતા રાજય કક્ષાના ગૃહ,ઉર્જા,કાયદો અને ન્‍યાયતંત્રના મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ કર્યુ હતું. તેમની સાથે રાજય કક્ષાના કૃષિ(રાજયકક્ષા) અને પંચાયત,પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્‍થિત રહયાં હતા.

હળવદ ખાતે તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ અને તકતીનું અનાવરણ કર્યા બાદ યોજાયેલી જાહેરસભામાં અધ્‍યક્ષસ્‍થાનેથી મંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્‍યું હતું કે રાજયમાં ઇન્‍ફાસ્‍ટ્રકચર દ્વારા તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો બનાવવા આવેલ છે. નવા મકાનમાં પ્રવેશ કરે ત્‍યારે પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય અને ગામડાઓમાંથી આવતા અરજદારો તાલુકા પંચાયતના સભ્‍યો કે સરકારી કર્મચારી પાસે પ્રશ્નો લઇને આવે ત્‍યારે નિરાકરણ કરવા  માટે યોગ્‍ય દિશામાં પ્રયાસ કરશે તેવી આશા વ્‍યકત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે હળવદ તાલુકાની અને મોરબી જિલ્લાની ગૌરવભેર પ્રગિત થાય અને શ્રેષ્ઠ વહિવટશીલ બને તેવા પ્રયાસો કરીને આગળ વધવું જોઇએ.

 વધુમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે રાજય સરકારે દારૂબંધીનો કડક અમલ કરી દારૂના ધંધા કરતા ઇસમો સામે સખ્‍ત કાર્યવાહી કરવામાં આવશે અને ગૌ હત્‍યા સામે પણ સખત પગલા લેવામાં આવશે. તેમજ રાજયમાં માથાભારે તત્‍વો સામે પણ સખત પગલા લેવા રાજય સરકાર કાર્યવાહી કરશે તેમ તેમણે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે રાજકક્ષાના પંચાયત(સ્‍વતંત્ર હવાલો)મંત્રીશ્રીએ તેમના વ્‍યકતવ્‍યમાં જણાવ્‍યુ હતુ કે, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોને નવર્નિમિત કરવા માટે રાજય સરકાર પ્રયાસો કરી રહી છે. અને આવી નવર્નિમિત થયેલ કચેરીનો છેવાડાના વ્‍યકતિને ધ્‍યાન લઇ લાભ લેવા અનુરોધ કર્યો હતો. પંચાયત વિભાગ એક અગત્‍યનો વિભાગ છે તેમ જણાવી પંચાયતના મકાનો અધ્‍યતન બને અને અરજદારોને તેમના વહીવટનો સુદ્રઠ અને સારો લાભ મળે તે માટે રાજય સરકાર કાર્યવાહી કરી છે.

આ પ્રસંગે કન્‍યા કેળવણી નિધીમાં  તાલુકા પંચાયત-હળવદ તરફથી રૂ.૫૧,૦૦૦-૦૦ અને

પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી તરફથી રૂ.૧૫,૦૦૦-૦૦ નો ચેક મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાને અપર્ણ કર્યો હતો.

સ્‍વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ  જયારે આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.જી.દેસાઇએ કરી હતી.  તાલુકા પંચાયત ભવનના પટાંગણમાં મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું

આ પ્રસંગે ભુતપૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, એસ.ટી.નિગમના ડિરેકટર બીપનભાઇ દવે,તાલુકા પંચાયત-હળવદ પ્રમુખ ધર્મેન્‍દર્સિંહ ઝાલા, નગર પાલિકા પ્રમુખ હિનાબેન રાવલ,જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તેમજ મહાનુભાવો અને અધિકારીગણ ઉપસ્‍થિત રહયાં હતાં.

(10:43 am IST)
  • સતત ચોથા દિવસે પણ ગોવામાં ભારે વરસાદ : નાગપુર વિમાની સેવાને અસરઃ ૧૯૯૪ બાદ ગોવામાં સૌથી ભારે વરસાદઃ કોંકણ-વિદર્ભ માટે રેડ એલર્ટ જાહેર કરાયું : પણજી, માપુસા, વાસ્કો અને મડગાવમાં સતત ધોધમાર વરસાદઃ નીંચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા access_time 1:27 pm IST

  • નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ના કારણે પૂર્ણાં અને અંબિકા નદીઓ માં ઘોડાપુર ની સ્થિતિ : નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા. access_time 7:19 pm IST

  • નડિયાદ ડિવિઝન સ્કવોર્ડે બાતમીના આધારે, સંધાણા પાસેથી કારમાં લઇ જવાતા 300 લીટર દેશી દારૂ ના 10 પોટલાં સાથે એક મહિલા અને પુરુષને ઝડપી લીધા છે. access_time 8:12 pm IST