Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

તળાજામાં મા-યોજના બંધ છે ના બોર્ડ લાગ્‍યા

ભાવનગર, તા.૭: ગુજરાત સરકાર જશ ખાટતા થાકતી નથી અને ખરેખર ગરીબ-સામાન્‍ય વર્ગ માટે આશિવાર્દ રૂપ માં અમૃતમ્‌ યોજના બંધ છે તેવુ તળાજા ખાતે બોર્ડ મારવામાં આવ્‍યું છે. આ બોર્ડ કાર્ડ કાઢવાનો જેમને કોન્‍ટ્રાકર મળ્‍યો છે તેમણે માર્યુ છે.

તાલુકા બ્‍લોક હેલ્‍થ કચેરીનો સંપર્ક કરવા જાડાવા મળ્‍યુ હતું કે યોજના બંધ નથી થઇ! પરંતુ જે સરકારે જેનને કોન્‍ટ્રાકટ આપ્‍યો છે. તે કાન્‍ટ્રાકટર દ્વારા સ્‍થાનીક કક્ષાએ કોમ્‍યુટર, સીસ્‍ટમ વાળાઓને ગોઠવી કામ સોંપી દેવામાં આવે છે.

છેલ્લા ત્રણેક દિવસથી કેન્‍દ્ર ખાતે તાળુ અને માં યોજના બંધછેનુ લખાણ વાંચી અનેક જરૂરીયાત મંદલોકો નિરાશ થઇ પરત કરી રહ્યા છે.

જાણકારોના કહેયા પ્રમાણે વારંવાર સીસ્‍ટમ ખોટકાઇ જવી, સમયસર કેન્‍દ્ર ખોલયુ નહી, મન થતતો આવે તેવી અનેક ફરીયાદો છેલ્લા કેટલાંય સમયથી ઉઠવા પામી છે.

ગરીબ શ્રી યોજના કાર્ડ ત્‍વરીત જરૂરીયાત મંદલોકોને મળતા જીત તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

 

(10:42 am IST)