Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ભચાઉના ઝુરામાં ભારે પવન તથા ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ:તોફાની પવનને કારણે વૃક્ષો ધરાશાયી : ઘરોના પતરાં ઉડ્યા

ભુજ તાલુકાના ઝુરા ગામે દિવસભરના અસહ્ય બફારા અને ઉકળાટ બાદ બપોરે 3  વાગે વીજળીના કડાકા - ભડાકા તથા ભારે પવન સાથે 45  મિનિટમાં અંદાજે 25 મિમી જેવો વરસાદ પડયો હોવાનું ગામના શિક્ષક અગ્રણી હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું  વરસાદથી રસ્તાઓ પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા તોફાની પવનના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા  કેટલીક જગ્યાએ ઘરોના પતરા પણ ઉડી જવા પામ્યા હતા

(5:13 pm IST)