Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ચોટીલાનો આર્મી જવાન કશ્મીરમાં શહીદ: મૃતદેહ માદરે વતન પહોંચશે

કુંઢડા ગાના તળપદા કોળી ભાવેશ ત્રણ વર્ષ પહેલા આર્મીમાં જોડાયો હતો : આકસ્મિક બનાવ થી શહીદ થતા નાનકડા ગામમાં શોકનો માહોલ

સુરેન્દ્રનગર :જિલ્લાના ચોટીલા તાલુકાના કુંઢડા ગામના આર્મીમાં ફરજ બજાવતો યુવાનના શ્રીનગર ખાતે આકસ્મિક બનાવથી શહીદ થતા નાનકડા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો ચોટીલાથી જસદણ જવાના માર્ગ પર આવેલ ચોટીલા થી દોઢ કિલોમીટર દૂર કુંઢડા ગામ આવેલું છે આ ગામના સાત થી આઠ યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે. જેમાં તળપદા કોળી સમાજના ધીરુભાઈ ચોથાભાઈ રાઠોડ નો પુત્ર ભાવેશ રાઠોડ ૩ વર્ષ પહેલા આર્મીમાં જોડાયો હતો. જેનો ગુરુવારના સવારે આકસ્મિક બનાવથી શહીદ થયા હોવાના આર્મીના અધિકારીઓ દ્વારા ટેલીફોનીક વાતચીતથી પરિવારને જાણ કરતા સમગ્ર ગામમાં શોક છવાઇ ગયો હતો.

  શહીદ જવાન તેના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો જે દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો. જેની ઉંમર ૨૨ વર્ષની છે અને અપરિણીત છે કુટુંબમાં તે ચાર બહેનો વચ્ચે એક ભાઇ હતો. તેનું પ્રથમ પોસ્ટિંગ ઉત્તર પ્રદેશ થયેલ ત્યારબાદ આસામ, અરુણાચલપ્રદેશ અને છેલ્લે દોઢ બે માસ અગાઉ જમ્મુ કાશ્મીરના શ્રીનગરના બાંદીપુરા ખાતે ૨૩ મરાઠા બટાલિયનમાં ફરજ બજાવ્યો હતો

 . શ્રીનગર ખાતે આકસ્મિક ઘટનાની ફોજ માં જાણ થતાં આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા તેનુ પી.એમ કરવામાં આવ્યું હતું જરૂરી કાર્યવાહી બાદ તેનો મૃતદેહ માદરે વતન પહોંચશે જ્યાં તંત્ર ની ઉપસ્થિતિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

(9:52 pm IST)