Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મોરબીના અપહરણના ગુન્હામાં વોન્ટેડ સુકેશ નિનામા પકડાયો

મોરબી, તા.૭: મોરબીના જેતપર ગામેથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપીને હળવદના ગૌરી ઘનશ્યામપુરની સીમમાંથી મોરબી સર્કલ પો.ઇન્સ. ટીમે ઝડપી  લીધો હતો. મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી સર્કલ પો.ઇન્સ. આર.કે.ઝાલાની સુચનાથી મોરબી તાલુકાના જેતપર ગામેથી થયેલ સગીરા અપહરણનો આરોપી હળવદ તાલુકાના ગૌરી દ્યનશ્યામપુર ગામની સીમ વિસ્તારમાં હોવાની બાતમીના આધારે મોરબી સર્કલ ઓફીસના અનંતરાય પટેલ, અરવિંદસિંહ પરમાર.હરપાલસિંહ ઝાલા સહિતના ટીમે ત્યાં જઈને આરોપી સુકેશ મંગલીયા નીનામાને ભોગબનનાર સગીરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:32 pm IST)