Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જુનાગઢ પોલીસે રાજીવનગરમાંથી ૧૧૦ વિદેશી દારૂની બોટલ સાથે બેને દબોચ્યા

જુનાગઢ, તા. ૭ : રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસ.પી. સૌરભ સિંઘની સુચનાથી પ્રોહીના કેસો શોધી કાઢવાની સુચના મુજબ ના.પો. અધિ. જુનાગઢના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઇ. શ્રી આર.એમ. ચૌહાણ તથા પો. બસ ઇન્સ. શ્રી એન.કે. વાજા, એ.એસઆઇ એન.એમ. કટારા, પો. હેડ કોન્સ કિરણભાઇ કાનજીભાઇ, પંકજભાઇ લાલજીભાઇ, ભરતભાઇ ભીખુભાઇ, પો.કોન્સ. રવિન્દ્રભાઇ હમીરભાઇ, પ્રવિણભાઇ કાનાભાઇ, સંજયસિંહ , મનુભાઇ, કરણસિંહ દેવાભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન પો.કોન્સ. પ્રવિણભા, રવિન્દ્રભાઇને બાતમીરાહે હકીકત મળેલ કે, નગા સરમણ રાડા રબારી તથા હર્ષદ ઉર્ફે હીમાન્સુ ધીરૂભાઇ વાણંદ રહે. બંને જુનાગઢ વાળાઓને જુનાગઢ રાજીવનગર ગ્રોફેડ મીલ ફાટક પાસે પોતાના કબ્જા ભોગવટાના અવાવરૂ પડતર મકાનમાં ઇંગ્લીશ દારૂ રાખેલ છે જેથી હકીકત વાળા મકાને રેઇડ કરતા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની સીગ્નેચર માસ્ટર બેન્ડર્સ વ્હીસ્કી ફોરસેલ ઇન હરીયાણા ઓન્લી બોટલ નંગ ૧૧૦ કિ.રૂ. ૯૦,ર૦૦/-નો મુદામાલ મળી આવેલ હોય અને આરોપીઓ હાજર મળી આવેલ ન હોય જેથી આરોપીઓએ વિરૂદ્ધ પ્રોહી એકટ ૬પઇ, ૮૧, મુજબ ગુનો રજી. કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:44 pm IST)
  • સુરતના કેબલબ્રીજમાંથી એલઈડી લાઈટની ચોરી ડેકોરેશન માટે બ્રીજમાં લગાવવામાં આવેલી ૪ાા લાખની એલઈડી લાઈટ ચોરાયાની અડાજણ પોલીસને મહાનગરપાલિકાએ કરી જાણ : ચોરી બાબતે તપાસ શરૂ access_time 6:17 pm IST

  • શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેના મેચમાં વરસાદનું વિઘ્નઃ મેચ રમાય નહિં તેવી શકયતા : ગ્રિસ્ટલના મેદાનમાં સવારથી વરસાદ ચાલુઃ વરસાદના લીધે આખુ ગ્રાઉન્ડ ભીનુ access_time 4:14 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST