Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

કેશોદ જૂની મેનબજારમાં છત્રીના ગોડાઉનમાં આગ લાગી

કેશોદ, તા.૭:  કેશોદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં આવેલ છત્રીના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉન માલિક દ્વારા નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ કરી હતી જે બાબતે ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી આગ લાગવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા રહેણાંક વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવાથી ગોડાઉનમાં રાખવામા આવેલ છત્રી તથા માલ સામાનમાં નુકસાન થયું હોવાનું ગોડાઉન માલિક દેવસીભાઈ પટેલે જણાવ્યું હતું છત્રીના ગોડાઉનમાં લાઈટ કનેકશન ન હોવા છતાં આગ લાગવા બાબતે અનેક ચર્ચાઓ થઈ રહી છે અને રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આજુબાજુના રહેવાસીઓ દુકાનદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અડધી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામા ફાયરબ્રિગેડને સફળતા મળી હતી આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

(1:43 pm IST)