Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસને સંશોધન કાર્યને પ્રોત્સાહિત કરવા માટે નોડલ ઇન્સ્ટીટયુટ તરીકેની માન્યતા

આ સાથે સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી તરફથી રૂ. દસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવીઃ સંસ્થાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓનાં પ્રોજેકટને વર્ષ ર૦૧૯માં અગાઉ રૂ. ૮,૬૬,૦૦૦ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે

જુનાગઢ તા. ૭ :.. સમગ્ર સૌરાષ્ટ્ર અને જુનાગઢ-સોરઠ વિસ્તારમાં ખ્યાતિપ્રાપ્ત અને અગ્રીમ હરોળની સંસ્થા ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ, ઔદ્યોગિક અને ટેકનીકલ કોર્ષીસ જેવા કે ડીપ્લોમાં એન્જીનીરીંગ, ડીગ્રી એન્જીનીરીંગ, ફાર્મસી, એમ.સી.એ. વગેરે ધરવે છે.

ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ, વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક કાર્યમાં રૂચી વધે તે માટે હંમેશા પ્રોત્સાહન અને પ્રેરણા પુરી પાડે છે. તેમજ અત્યારનાં સમયની માંગ પ્રમાણે અને ટેકનોલોજીકલ ડેવલોપમેન્ટ સાથે તાલ મિલાવવા વિવિધ પ્રકારની ટ્રેનીંગ અને સ્કીલ ડેવલોપમેન્ટ કોર્સ ચલાવે છે. જેના કારણે સંસ્થાના આશરે ૬૦ જેટલા યુવા વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં રૂ. ૮,૬પ,૦૦૦ જેટલી ગ્રાન્ટ મેળવી સફળતાપૂર્વક સંશોધન કાર્ય કરી રહ્યા છે. તદઉપરાંત વર્ષ ર૦૧૯ માં સંશોધન કાર્યને લગતી વિવિધ સ્પર્ધાઓ જેવી કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (એસએસઆઇપી), સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જ (એસઓઆઇસી), વિશ્વકર્મા યોજના (વીવાય), સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન (એસઆઇએચ), પેટન્ટ કલીનીક વગેરેમાં આશરે રપ૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે.

આ સંશોધનનાં ભાગરૂપે અત્યાર સુધીમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ બનાવેલા ૪ સંશોધનાત્મક પ્રોજેકટને અંતર્ગત કુલ રૂ. ૭પ,૦૦૦ જેટલી ગ્રાન્ટ એસએસઆઇપી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ આપવામાં આવેલ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના વિશ્વકર્મા યોજના હેઠળ સંસ્થાના ૩૮ જેટલા વિદ્યાર્થીઓને રૂ. ૭,૯૧,૦૦૦ જેટલું અનુદાન આપવામાં આવેલ છે.

ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસમાં થઇ રહેલી સંશોધનાત્મક પ્રવૃતિ, વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સફળતા અને નવીનતમ પ્રોજેકટ માટે સતત પ્રયત્નને ધ્યાને લઇ તાજેતરમાં જ ગુજરાત નોલેજ સોસાયટી, ગુજરાત સરકાર દ્વારા સંસ્થાને નોડલ ઇન્સ્ટીટયુટ તરીકે માન્યતા આવી છે. આ સાથે સંશોધન કાર્યને પ્રોત્સાહીત કરવા માટે ૧૦,૦૦૦,૦૦ જેટલું માતબર અનુદાન સરકારશ્રી તરફથી આપવામાં આવેલ છે. આ વિસ્તારના કોઇપણ વિદ્યાર્થી સંશોધકને તેમના સંશોધનકાર્યમાં ઉપયોગી પેટન્ટ ફાઇલીંગ ઔદ્યોગિક તાલીમ, વિષય નિષ્ણાતનું માર્ગદર્શન, પ્રાયોગિક પૃથકરણ, પ્રોટોટાઇપ ડેવલોપમેન્ટ જેવા કાર્ય માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ નોડલ ઇન્સ્ટીટયુટ પ્રમાણિત ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ સંશોધનક્ષેત્રે નવી ઉંચાઇએ સર કરશે.

(1:40 pm IST)