Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નીટની પરીક્ષામાં ધોરાજીના મોટી મારડની જાનકી ચાંગેલા નીટમાં રાષ્ટ્રીય લેવલે ઉતિર્ણ

ધોરાજી, તા.૭: ધોરાજી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીની જાનકી રાકેશભાઈ ચાંગેલા એ ધોરણ ૧૨ સાયન્સ પછી નીટની પરીક્ષામાં ૭૨૦ માંથી ૬૮૦ માર્ક સાથે રાષ્ટ્રીય લેવલે સ્થાન મેળવતા અને ધોરાજી કેન્દ્ર ફર્સ્ટ ગુજરાતમાં પાંચ વિદ્યાર્થીઓમાં ફર્સ્ટ અને સૌરાષ્ટ્ર કેન્દ્રમાં પણ ફર્સ્ટ આવતા ધોરાજી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકોએ જાનકી ચાંગેલાને અભિનંદન પાઠવ્યા

આ સમયે ધોરાજી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલના સફળ સંચાલક હિતેશભાઈ ખરેડ એ જણાવે છે કે નીટની પરીક્ષામાં સમગ્ર દેશ લેવલે જે સો વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમાંથી ધોરાજી નો નંબર આવ્યો છે અમને ખુશી થાય છે કે ધોરાજી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ ની વિદ્યાર્થીની ચાંગેલા જાનકી જે સ્થાન મેળવ્યું છે તે સ્થાન રાષ્ટ્રીય લેવલની ની પરીક્ષા માં એક થી સો વિદ્યાર્થીઓએ આવ્યા છે તેમાં ધોરાજી ની દીકરી આવતા અમોને પણ હર્ષ ની લાગણી અનુભવી છે આ સાથે અમારી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો હિતેશભાઈ ખરેડ કેતનભાઇ પોપટ અશોકભાઈ વદ્યાસિયા તેમજ ટ્રસ્ટી ગણ દિનેશભાઈ ટોપિયા મનોજભાઈ રાઠોડ વિગેરે એ જાનકી ચાંગેલાને તેમજ તેમના પરિવારને અભિનંદન સાથે મોં મીઠા કરાવ્યા હતા.

સમગ્ર દેશ લેવલે ધોરાજીનું ઝળહળતું નામ કરનાર ચાંગેલા જાનકી રાકેશભાઈ ના માતા પિતા પ્રાથમિક શાળા ના શિક્ષકો છે જેમાં પિતા રાકેશભાઈ ચાંગેલા ધોરાજી કે ઓ શાહ આદર્શ સ્કૂલ ની અંદર પ્રાથમિક ટીચર છે તેમજ માતા અલ્પાબેન ચાંગેલા મોટીમારડ ખાતે પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.

અલ્પાબેન ચાંગેલાએ જણાવેલ કે મારે સંતાનોમાં બે દીકરીઓ છે જેમાં જાનકી મોટી દીકરી છે અને સિયા નાની દીકરી છે જે ધોરણ ૭ મા આદર્શ સ્કૂલમાં ભણે છે તેમજ જાનકી જયારથી ભણે છે ત્યારથી શાળામાં હંમેશા નંબર લાગતી હોશિયાર દીકરી છે અને ધોરણ ૧૨ સાયન્સમાં પરીક્ષા આપ્યા બાદ નીટની પરીક્ષામાં જાનકી એ ૭૨૦ માંથી ૬૮૦ માર્ક સાથે સમગ્ર દેશ લેવલે ૧૦૦ વિદ્યાર્થીઓ જે નંબર આવ્યો છે તેમાં ધોરાજી અને મારું પણ મારું ગૌરવ વધાર્યું છે અને સાથે સાથે ધોરાજીની ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંચાલકો હિતેશભાઈ ખરેડ કેતન પોપટ અશોકભાઈ વઘાસિયા વિગેરે યથાર્થ મહેનત કરીને અમારી દીકરીને દેશ લેવલે નામ રોશન કર્યું છે તે બદલ હું તેઓનો પણ આભાર માનું છું

જાનકી કઈ રીતે અભ્યાસ કરતી તે બાબતે તેમની માતા અલ્પાબેન ને પ્રશ્ન પૂછતા અલ્પાબેન એ જણાવેલ કે જાનકી એ કયારેય અભ્યાસ બાબતે ટેન્શન રાખ્યું હતું સ્કૂલના સમય દરમ્યાન ફ્રી સમય દરમિયાન અભ્યાસ કરી લીધા બાદ ઘરે આવે ત્યારે લેસન નો ટાર્ગેટ નક્કી કરીને જ અભ્યાસ નું વાંચન કરે અને ફ્રી થાય ત્યારે મોબાઈલમાં ગેમ રમવા બેસે અને જરૂર પડે TV પણ જોઇ લેતી કયારેય અભ્યાસમાં ટેન્શન નથી રાખ્યો પરંતુ યાદશકિત જરૂર રાખતી આજે અમારી આ દીકરી એ માતા પિતા નું નામ રોશન કર્યું છે તેનું મને ગૌરવ છે.

સમગ્ર દેશ લેવલે નીટની પરીક્ષામાં નામ મેળવનાર જાનકી ચાંગેલા ને પૂછતા તેમણે જણાવેલ કે હવે મારે મેડિકલમાં એડમિશન બહુ સરળતાથી મળી જશે અને MBBS કર્યા બાદ PG કરવાની મારી ઇચ્છા છેષ્ટ

દિકરી સાપ નો ભારો જે કહેવત ધોરાજી તાલુકાના મોટીમારડ ગામની દીકરીએ ખોટી ઠેરવી છે

ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે રહેતા કડવા પાટીદાર સમાજના રાકેશભાઈ ચાંગેલા એ જણાવેલ કે અમો પતિ-પત્નિ બંને પ્રાથમિક શાળાના શિક્ષક છીએ અને અમારે સંતાનમાં માત્ર બે દીકરીઓ જ છે આ બાબતે અનેક પરિવાર લોકો અમને એમ કહેતા હતા કે બે દીકરી છે તે હજુ એક દીકરો તમારે જરૂર છે પરંતુ અમોએ બંને દીકરીઓ ને દીકરા સમાન ગણી હતી આજે અમારી મોટી દીકરી જાનકી એ સમગ્ર દેશ લેવલે નીટની પરીક્ષામાં નંબર લાવેલ છે તેમજ ગુજરાત લેવલે પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ માં તેમનું નામ છે અને સૌરાષ્ટ્ર અને ધોરાજીમાં પ્રથમ ક્રમાંકે આવતા સમગ્ર કડવા પાટીદાર સમાજનો તેમજ નાના એવા મોટીમારડ ગામનું અને ધોરાજી તમામ જનતાનો ગૌરવ વધાર્યું છે સાથે સાથે ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ નું પણ ગૌરવ વધાર્યું છે અને શાળાના તમામ સંચાલકોનો આ તકે હું આભાર માનું છું

નીટની પરીક્ષામાં સમગ્ર દેશ લેવલે ધોરાજીની વિદ્યાર્થીની ચાંગેલા જાનકીએ નામ રોશન કરતા ધોરાજીના સામાજિક સેવા સાથે જોડાયેલા કિશોરભાઈ રાઠોડ નયનભાઈ કુહાડીયા ભરતભાઈ બગડા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી કડવા પાટીદાર સમાજના પ્રમુખ લલીતભાઈ ઉકાણી સુધીરભાઈ પાડલીયા વિગેરે એ શુભેચ્છા પાઠવી હતી.

(1:37 pm IST)