Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અમરેલીમાં બે સંતાન, પતિને છોડીને મૈત્રી કરારથી રહેતી મહિલાને સહાય

૧ર વર્ષની બાળકીએ અભયમમાં ફોન કરીને માને લાવવા કહ્યું અને.. : અભયમ ટીમ દ્વારા મહિલાને શોધી સહાયતા કેન્દ્રમાં રખાઇ

અમરેલી તા. ૭ : અમરેલીમાં પોતાના બે સંતાનો અને પતિને છોડીને પ્રેમી સાથે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાને પરત લાવવા માટે તેની માસુમ બાળકીએ રડતા રડતા અભયમની સહાય માગતા ટીમ દ્વારા મહિલાને શોધીને સહાયતા કેન્દ્રમાં રાખવામાં આવી છે. વિગતો મુજબ ૧ર વર્ષની બાળકીએ અભયમ ૧૮૧ સેવામાં કોલ કરીને પોતાની માતાને છોડીને અન્ય કોઇ વ્યકિત સાથે રહેવા માટે ચાલી ગઇ હોવાની જાણ કરી હતી અને  પોતાને તેની માતાની બહુ યાદ આવતી હોવાથી તેને ેપરત  લાવી આપવા વિનંતી કરી હતી જેથી અમરેલી અભયમ ટીમના કાઉન્સેલર રોબીનાબેન બ્લોચ, ડબલ્યુપીસી અલ્પાબેન અને પાયલોટ દિવ્યેશભાઇ દોડી ગયા હતા અને બાળકીએ આપી જાણકારીના આધારે પોતાના પ્રેમી સાથે મૈત્રી કરાર કરીન રહેતી તેની માતાને મળીને કાયદાકીય વિગતો આપવામાં આવી હતી તેમજ મૈત્રી કરારથી તેનુ ભવિષ્ય સુરક્ષિત ન હોવાનું અને પત્ની તરીકેના કોઇ જ લાભો મળશે નહી તેની પણ જાણકારી આપવામાં આવી હતી તથા એક માતા તરીકે તેને બે સંતાનો પ્રત્યે તેની શું ફરજ છે તે અંગે પણ સમજાવવામાં આવી હતી હાલમાં તેને આગળની કાર્યવાહી માટે અમરેલી ખાતે આવેલા સહાયતા કેન્દ્રમાં રખાઇ છે.

(1:33 pm IST)