Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મોરબી શાળા અને કોલેજોમાંથી ડોમ પ્લાસ્ટિકના છાપરા દુર કરવા અલ્ટીમેટમ

મોરબી, તા.૭: મોરબી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આજે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ જેવા વિસ્તારમાં શાળા અને કોલેજમાં જે ડોમ બનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસાડવામાં આવે છે તે બિલકુલ અસુરક્ષિત છે ફાયર અને સેફટીના કોઈ સાધનો હાજર નથી હોતા થોડા સમય પૂર્વે જ સુરતમાં જે દુર્દ્યટના સર્જાઈ હતી તેવી મોરબીમાં બને શું તંત્ર તેની રાહ જુએ છે તેમ જણાવીને સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં ડોમ ઉતારતા હોય તો મોરબીમાં કેમ નહિ ? જો કોઈ એવી દુર્દ્યટના મોરબીમાં બનશે તો એના માટે જવાબદારી તંત્રની રહેશે જેથી દિવસની અંદર આવી સંસ્થા સામે કાયદેસર પગલા લેવામાં નહિ આવે તો મોરબી જીલ્લા એનએસયુઆઈ તેના સામે ઉગ્ર વિરોધ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે સાથે જ મોરબી જીલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતા તમામ કોચિંગ કલાસ પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે

આવેદન આપતી વેળાએ આગેવાનો કે ડી બાવરવા, શકિતપહલસિંહ ચુડાસમા, કે.ડી.પડ્સુંબિયા, રાજુભાઈ કાવર, મનોજભાઈ પનારા, ભાવેશભાઈ, દિવ્યેશ કાચરોલા, હરેશભાઈ, હસુભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, લાલુભા ઝાલા, રોહિત, વિશ્વજીતસિંહ, રવજીભાઈ, સુરેશભાઈ, કુલદીપસિંહ અને અન્ય આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(1:31 pm IST)