Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

શહીદ વીર જવાન ભાવેશ રાઠોડની કાલે ચોટીલાના કુંઢવા ગામમાં રાષ્ટ્રગીતો-શૌર્યગીતો સાથે અંતિમ વિધી

ચોટીલા, તા. ૭ : ચોટીલા તાલુકાના કુંઢડા ગામના વીર જવાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને આજે અમદાવાદ રાત્રીના લાવવામાં આવશે. ત્યારબાદ કાલે સવારે માદરે વતન કુંઢડામાં લાવવામાં આવ્યા બાદ રાષ્ટ્રગીતો-શૌર્યગીતો સાથે અંતિમ ીવધિ કરવામાં આવશે.

ચોટીલાના કુંઢડા ગામે રહેતા તળપદા કોળી સમાજના રાઠોડ પરિવારના પાંચ સંતાનોમાં ત્રીજા નંબરનો પુત્ર ત્રણ વર્ષ પહેલા દેશની રક્ષા માટે આર્મીમાં ભરતી થયેલ જેનું શ્રીનગર ખાતે ફરજ દરમિયાન કોઇ આકસ્મિક કારણોસર શહીદ થયાના સમાચાર પ્રાપ્ત થતા પરિવારમાં શોકના માહોલ સાથે સમગ્ર વિસ્તારમાં અને સમાજમાં ગમગીની છવાયેલ છે. જાણવા મળતી વિગત મુજબ ચોટીલાથી જસદણ જવાના માર્ગ ઉપર આવેલ ચોટીલાથી દોઢ કિ.મી. દૂર નાનકડુ એવું કુંઢડા ગામ આવેલ છે. આ ગામના સાતથી આઠ યુવાનો ફોજમાં ફરજ બજાવે છે. જેમાં તળપદા કોળી સમાજના રાઠોડ વનીબેન અને ધીરૂભાઇ ચોથાભાઇનો પુત્ર ભાવેશ રાઠોડ ત્રણ વર્ષ પહેલા આર્મીમાં જોડાયેલ હતો જેનું ગુરૂવારના સવારે કોઇ આકસ્મીક બનાવથી શહીદ થયેલ હોવાની જાણ ફોજના ઓફીસરના ફોનથી પરિવારને થતા ગામમાં શોકનો માહોલ છવાયેલ છે.

શહીદ જવાન તેના પરિવારમાં માતા પિતાનો એક માત્ર પુત્ર હતો જે દેશની રક્ષા કાજે ફોજમાં જોડાયેલ હતો. જેની આશરે ઉંમર રર વર્ષની છે અને અપરણિત છે તેના કુટુંબમાં ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. શહીદના માતા પિતાના લગ્નજીવનમાં પાંચ સંતાનો છે જેમાં પ્રથમ બેન વિલાસબેન, દ્વિતિય કૈલાશબેનના લગ્ન થઇ ગયેલ છે. ત્રીજા નંબરે ભાવેશભાઇ, ચોથા ક્રમે ભાવનાબેન અને સૌથી છેલ્લા ભૂમિકાબેન હતાં જેમાં ગામના અન્ય યુવાનો અને તેના મિત્રો ફોજમાં હોવાથી ભાવેશ પણ દેશની રક્ષા કાજે ફોજમાં આજથી ત્રણ વર્ષ પહેલા ભરતી થયેલ હતો જેનું પ્રથમ પોસ્ટીંગ ઉત્તરપ્રદેશ થયેલ ત્યાર બાદ આસામ, અરૂણાચલ અને છેલ્લે દોઢ બે માસ અગાઉ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના બાંદિપુરા ખાતે ર૩ મરાઠા બટાલીયનમાં ફરજ બજાવતા હતાં.

શહીદ જવાનના પિતા ઉપર સવારે તેના ઓફીસરનો ફોન આવેલ તેની ફરજ દરમિયાન તા. ૬ જુનના વહેલી સવારે જે સ્થળે ફરજ પર હતો ત્યાં આકસ્મિક બનાવથી શહીદ થયાની જાણ થયેલ હતી. ફોજી યુવાનની શહીદી અંગે સુત્રોમાંથી જાણવા મલ્યા મુજબ આકસ્મિક ઘટનાની ફોજને જાણ થતા શ્રીનગર આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા તેનું વિધીવત મેડીકલ ઓફીસર દ્વારા પીએમ કરવામાં આવેલ છે.

(1:30 pm IST)