Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મોરબીની મેડીકલ કોલેજ, કેનાલના કામોને બજેટમાં સમાવવા ધારાસભ્યની માંગ

મોરબી, તા.૭: મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરીને ગુજરાત સરકારના આગામી બજેટ સત્રમાં મોરબી-માળિયાના વણઉકેલ પ્રશ્નો માટે બજેટમાં જરૂરી નાણાકીય ફાળવણી કરીને વિવિધ પ્રજાહિતના કાર્યો અંગે માંગ કરવામાં આવી છે.

બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને રજુઆત કરીને મોરબીના મેડિકલ કોલેજ, રિંગરોડ, ફોરલેન, વિવિધ જગ્યાએ ઓવરબ્રિજ, મોરબી પાલિકાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવા સહિતના પ્રાણ પ્રશ્નોને આગામી બજેટ સત્રમાં સમાવવા માંગ કરી છે મોરબી શહેરે બબ્બે કુદરતી આફતોમાંથી બહાર આવીને વર્તમાનમાં અકલ્પ્ય વિકાસ સાધ્યો છે.પણ સરકાર તરફથી મોરબીને વધુ વિકસિત બનાવવા માટે અનેક પ્રાણ પ્રશ્નોનો અમલ કરાતો ન હોવાથી મોરબીનો વિકાસ રૃંધાઇ રહ્યો છે. ખાસ કરીને સોરાષ્ટ્ના મોટાભાગના જિલ્લાઓમાં મેડિકલ કોલેજ છે. પણ મોરબી જિલ્લામાં હજુ સુધી મેડિકલ કોલેજની સુવિધા આપવામાં આવી નથી.આથી તેમણે મોરબીને મેડિકલ કોલેજ આપવા, મોરબી પાલિકામાં ટાંચાના સાધનો સાથે જાહેર સુખાકારી વધુ લોકભોગ્ય બનાવવા, મોરબીની વસ્તી,વિસ્તારના વ્યાપને ધ્યાને લઈને પાલિકામાંથી મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવી, મોરબીના ભકિતનગર સર્કલ ઉપર ફ્લાઈ ઓવરબ્રિજ બનાવવા, મોરબીની કાયમી ટ્રાફિક સમસ્યા નિવારવા શહેર ફરતે રિંગરોડ બનાવવા, મોરબીના રવાપર ચોકડીએથી પસાર થતી મચ્છુ ૨ કેનલને કવર કરી ઢાકવા, મોરબી માળીયાના ખેડૂતોને મચ્છુ કેનાલ ૨ દ્વારા ગ્રેવીટીથી સિંચાઈનું પાણી આપવા, સીરામીક ઉધોગ માટે ટ્રાન્સપોર્ટ નગર સ્થાપવા, પીપળી રોડ, જેતપર રોડ અને હળવદ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા ફોનલેન બનાવવા સહિતના પ્રશ્નોને ગુજરાત સરકારના આગામી ૨ જુલાઈથી શરૂ થતાં બજેટ સત્રમાં સમાવેશ કરી યોગ્ય નાણાકીય પ્રાવધાન કરવાની માંગ કરવામાં આવી છે.

(1:30 pm IST)
  • અમદાવાદના ખાનપુર ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ : ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસે આવેદન પત્ર આપી અને બલરામ થાવાણીના રાજીનામાની કરી માંગ : બલરામ થાવાણીએ એક મહિલાને માર માર્યો હતો ત્યાર બાદ બંને પક્ષે સમાધાન થયેલ : આ બાબતે મહિલા કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું access_time 6:17 pm IST

  • વિધાનસભામાં રોજગારી મુદે મોટી જાહેરાતની સંભાવના : સ્કીલ ડેવલપમેન્ટ, એમ્પ્લોઇમેન્ટ મિશનની સત્રમાં થશે જાહેરાતઃ સીએમ રૂપાણી અને ચીફ સેક્રેટરીની દેખરેખમાં થશે કામગીરીઃ બી.એ., બી.કોમ, બી.એસ.સી. પાસ યુવાનોને આપણે રોજગારની તકઃ આઇટીની જેમ ગ્રેજયુએટ યુવાનો માટે ઉભી કરવામાં આવશે તકઃ રાજયમાં બેરોજગારીનો મુદો ગંભીર બનતા કેન્દ્રસામે રાજય એકશનમાં : વિધાનસભા અને લોકસભામાં બેરોજગારી મુદ્દો બન્યો ગંભીર access_time 4:14 pm IST

  • રવિવારે GPSCની પરીક્ષા : રાજકોટમાં ૯૦ કેન્દ્રો : ર૧ હજાર ઉમેદવારોઃ ૧૮૦ અધિકારી : રવિવારે તા. ૯ જૂનના રોજ રાજકોટમાં GPSCની પરીક્ષા લેવાશેઃ વેચાણ વેરા નિરિક્ષક વર્ગ-૩ની ભરતી માટેની આ પરીક્ષામાં રાજકોટના ર૧ હજારથી વધુ ઉમેદવારો ૯૦ કેન્દ્રો ઉપર સવારે ૧૧ થી ૧, દરમિયાન જનરલ નોલેજનું પેપર આપશે : આ અંગેનો કન્ટ્રોલરૂમ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રહેશેઃ કલેકટર તંત્ર દ્વારા પરીક્ષા માટે ૧૮૦ અધિકારીના ઓર્ડરો access_time 3:33 pm IST