Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

૭પ હજાર ગાંસડી કપાસની નિકાસ થતા ઝાલાવાડમાં શ્વેતક્રાંતી સર્જાઇ

વઢવાણ, તા., ૭: સુરેન્દ્રનગર જિલ્લાના કપાસનો ડંકો સાત સમુંદર પારના દેશોમાં પણ વાગે છે. પરંતુ આ વર્ષે ઝાલાવાડની કૃષિ ક્ષેત્રે આગવી ઓળખ ગણાતા કપાસના પાકમાં ખેડુતો રસ લેતા થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાની જમીન અને આબોહવાને કારણે કપાસના સારા પાકનું ઉત્પાદન થાય છે અને જે જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થાય છે. જે ગત વર્ષે તમામ પાકો મળી કુલ પ.પ૪ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. જે પૈકી એક માત્ર કપાસનું જ ૩.૯૦ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે અંદાજે ૧પ  લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું. ઝાલાવાડની આધારશીલા કપાસ, મીઠુ અને દુધ છે ત્યારે આ ત્રણેય સફેદ વસ્તુ શ્વેતક્રાંતીની સર્જક માનવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ૩.પ૦ લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. જેમાં દેશભરમાં અંદાજે ૩૦ લાખ ગાંસડીની નિકાસ થઇ છે. આ પૈકી ૭પ હજાર ગાંસડી ઝાલાવાડમાંથી નિકાસ થતાં શ્વેતક્રાંતિ સર્જાઇ છે.

આ અંગે કપાસના વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ગત વર્ષે ૩૦ થી ૪૦ લાખ ગાંસડીઓની નિકાસ થઇ હતી. તેની સામે ૩૦ લાખની આયાત પણ થઇ હતી.

ઝાલાવાડમાં કપાસની સિઝન દરમ્યાન ૭પ હજાર કપાસની  નિકાસ થઇ છે. જેમાં ડીસેમ્બર સુધીના ૩ મહિના સુરેન્દ્રનગર જિલ્લાનો કપાસ વિયેતનામ બાંગ્લાદેશમાં એકસપોર્ટ  થતા કપાસ ક્ષેત્રે નવી દિશા ખુલ્લી છે.

(1:29 pm IST)