Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ધોરાજીની ખેડુત પુત્રીએ વગર ટયુશને NEET માં સમગ્ર ભારતમાં ૧૬ મો તથા ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવ્યો

ધોરાજી તા.૭ : 'કોન કહેતા હૈ આસમાં મેં સુરાગ નહીં હોતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો' આ ઉકિતને હાલમાં ધોરાજી વસતાં મોટી-મારડ ગામનાં વતની ખેડુત પુત્રી જાનકી રાકેશભાઇ ચાંગેલાએ બે વર્ષ ધોરણ-૧૧-૧ર સાયન્સનાં અભ્યાસ દરમ્યાન સતત લક્ષમાં રાખીને પુરવાર કરી છે તેમણે NEET-ર૦૧૯ ના પરિણામમાં ૭ર૦ ગુણમાંથી ૬૮૦ ગુણ પ્રાપ્ત કરી 'શિક્ષણ નગરી-ધોરાજી'નું બિરૂદ સાર્થક કરી સમગ્ર ભારતમાં આશરે કુલ ચૌદ લાખ વિદ્યાર્થીઓમાંથી All  India Rank ૯૦. ટોપ ર૦ મહિલા ઉમેદવાર વિદ્યાર્થીનીએ સમગ્ર ભારતમાં ૧૬ મો ક્રમ અને ગુજરાતની વિદ્યાર્થીઓમાં ત્રીજુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ સ્થાન મેળવી 'બેટી પઢાઓ' અભિયાનમાં નોંધપાત્ર પ્રદાન કરી ધોરાજીનું નામ રોશન કર્યું છે.

ચાંગેલા જાનકીએ જણાવ્યું હતું કે બે વર્ષ દરમિયાન એક જ હઠાગ્રહ હતો કે રાજયના બોર્ડના વિદ્યાર્થી સમગ્ર ભારતના ક્રમમાં આવી શકે રાજય બહારની મેડીકલની ખ્યાતનામ કોલેજમાં પ્રવેશ ના મેળવી શકે તે માન્યતા અને દુષ્પ્રચારનું ખંડન કરી સર્વોચ્ચ પરિણામ મેળવવું છે.

મે સતત ૧ર કલાકની નિયમિત મહેનત, NCERT ના પાઠય પુસ્તકોનો સંઘન અને દરેક પ્રકારનો અભ્યાસ અને ડ્રીમ સ્કુલ ધોરાજીના ગુરૂજનો હિતેશ ખરેડ, ડી.કેતન પોપટ, અશોક વઘાસિયા વગેરેના માર્ગદર્શન અને પ્રોત્સાહન દ્વારાઆ સિદ્ધિ પ્રાપ્ત કરી છ.ે

અંતમાં ચાંગેલા જાનકીએ પોતે ભવિષ્યમાં ન્યુરોલોજીમાં એડમિશન મેળવી આગળ સંશોધન ક્ષેત્રે જવાની ઇચ્છા વ્યકત કરી ધોરણ-૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકાગ્રતા, અથાક પરિશ્રમ દ્વારા તથા મોઇબાલનો બે વર્ષ માટે ત્યાગ કરી પોતાના સપના પાછળ દોટ મુકી સપના સાકાર કરી શકાય એવો સંદેશ આપ્યો છ.ે

ધોરાજીની પુત્રી જાનકી ચાંગેલાનું ધોરાજીના પત્રકારો ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ પુષ્પ ગુચ્છ આપી સન્માનીત કરેલ અને ધોરાજીને શિક્ષક ધામ છે તે નામ સાર્થક કરેલ છે.

(12:25 pm IST)