Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પોરબંદર અને ઓખામાં નૌસેના દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીઃ વૃક્ષારોપણ અને સફાઇ અભિયાન

પોરબંદર તા.૭: ગુજરાત નૌસેના ક્ષેત્રના નેવલ બેઝ પોરબંદર અને ઓખામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ દિવસના ભાગરૂપે ગુજરાત નૌસેના ક્ષેત્ર હેઠળ વિવિધ એકમોમાં નૌસેના અને ડીએસસી કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દરમિયાન દરેકને પાણી અને વિજળીના સંરક્ષણ વિશે જાણકારી આપવામાં આવી હતી કર્મચારીઓને ચિંતાજનક દર થી વાતાવરણને દુષિત કરતા માનવ નિર્મિત કેમિકલ્સની આપણા ગ્રહની આબોહવા પર પડતી અસર વિશે સંવેદના કરવામાં આવી હતી.

વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે ઉજવણીના ભાગ રૂપે બંદર વિસ્તાર/વોટરફ્રન્ટ, સામાન્ય વિસ્તારો, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓની સફાઇ માટે એક સામૂહિક સફાઇ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું. પોરબંદર અને ઓખામાં નેવલ બેઝ ખાતે યોજાયેલા પીયુસી કેમ્પ માં વાહનોની પીયુસી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.

(12:24 pm IST)