Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ગોંડલની જન્મે બ્રાહ્મણ અને લગ્ને મુસ્લિમ બનેલ મહિલાએ રમઝાનના ૨૯ રાખ્યા

ગોંડલ, તા.૬: ગોંડલના જાણીતા ગાયક આમીર દિવાનના પત્ની ખ્યાતિબેન શાસ્ત્રી દિવાન જેઓના કંઠ અને ગાયકીથી શહેરીજનો પરિચિત છે જ તેઓએ સર્વધર્મ ભાવનાને જીવનમાં યથાર્થ કર્યું છે, બ્રાહ્મણ પુત્રી હોવાની સાથે-સાથે લગ્ને મુસ્લિમ બનેલ ખ્યાતિબેને પવિત્ર રમજાન મહિનામાં ૨૯ રોઝા રાખીને દંપતીએ એકતા અને સર્વધર્મ ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દંપતીએ સવારે ૪:૩૦ વાગ્યે અઝાન સાથે રોઝા શરૂ કરતું હતું અને સાંજે નિયમ પ્રમાણે ૭:૩૦ રાધે કૃષ્ણ બોલીને રોજા ખોલતું હતું, આખો દિવસ રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરવાની સાથોસાથ ગીતાજીના પાઠ કરીને ઈશ્વરની આરાધના પણ કરાઈ હતી, આ મુસ્લિમ પરિવારના ઘરના મંદિરમાં ઠાકોરજીને પણ બિરાજમાન કરાયા છે અને સમયાંતરે બ્રાહ્મણોને બોલાવી વિધિવિધાન પણ કરાવવામાં આવે છે આ દંપતિએ પૂજા અને ઈબાદત એક સાથે કરી સર્વ ધર્મ ભાવનાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

(12:23 pm IST)