Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સોમનાથ રેલ્વે સ્ટેશને સખી વન સ્ટોપ અને ૧૮૧ મહિલા હેલ્પ ટીમ દ્વારા પીડિત મહિલાનો પરીવાર સાથે મીલન કરાવેલ

પ્રભાસ પાટણ તા.૭: સોમનાથ રેલવે સ્ટેશન પર ગીર-સોમનાથ જીલ્લાનાં સખી વન સ્ટોપ સેન્ટરની ૧૮૧ની મહિલા હેલ્થ અભિગમ ટીમ સાથે સુંદર કામગીરી કરેલ. પંજાબની પીડીત મહિલાને પરીવાર સાથે મેળવી આપેલ.

સખીવન સ્ટોપ ગીર-સોમનાથ અને ૧૮૧ની ટીમ દ્વારા કોઇપણ પીડીત મહિલાને ન્યાય અપાવવા કાર્યરત છે જેમાં પંજાબ રાજય હોશિયારપુર જીલ્લાના જુસુદા ગામમાં રહેતા ભાનુપ્રીયાબેન નામની મહિલા (ઉ.વ.રર) સોમનાથ રેલ્વે સ્ટેશન પરથી ૧૮૧ મહિલા અભિગમની ટીમ દ્વારા સખીવન સ્ટોપ સેન્ટરમાં રિફર કરેલ. ભાનુપ્રિયાબેન  માનસિક અસ્વસ્થ હોવાથી તેમને પોતાનું નામ કે કુટુંબીજનોનું એડ્રેસ યાદ ન હતું તેથી પોતાની હકીકત જણાવી શકય ન હોવાથી તેમને હંગામી ધોરણે  આશ્રયની જરૂર જણાતા સખી વન સ્ટોપ સેન્ટર - ગીર-સોમનાથમાં તેઓને આશ્રય આપેલ અને તબીબી સારવાર આપવામાં આવેલ હતી.

સમયાંતરે કાઉન્સેલીંગ કરતા પીડીતાએ પોતાના પિતાના નંબર આપતા જેમાં સખીમંડળ વન સ્ટોપ સેન્ટરનાં એડમિનિસ્ટ્રેટર સેજલબેન મકવાણા દ્વારા તેમના પિતાના નંબર પર સંપર્ક કરી પોતાની પુત્રી ગુજરાતમાં ગીર-સોમનાથ જીલ્લા સખી વન સ્ટોપમાં આશ્રય આપેલ અને તબીબી સારવાર આપી છે તેમ જણાવતાં પીડીત મહિલાના માતા-પિતા આવી પહોંચેલા. સખી મંડળનાં સેજલબેન મકવાણા તેમજ સ્ટાફ દ્વારા ભાનુપ્રિયાબેનનું પરિવાર સાથેમીલન કરાવી પરત પંજાબ પોતાનાં વતન તરફ મોકલાવેલ.  આમ સેજલબેન મકવાણા, દહેજ પ્રતિબંધક અધિકારી, મહિલા બાળ અધિકારી અને અન્ય અધિકારીઓએ પીડિત ભાનુપ્રિયાબેનનું પરીવાર સાથે મુલાકાત કરાવી અને અમુલ્ય યોગદાન આપેલ.

(12:22 pm IST)