Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પ્રથમ ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવતો ભાવનગરનો સુજલ કુકડીયા

ભાવનગર તા. ૭: ગુજરાત ટેબલ ટેનિસ એસોસીએશન દ્વારા આયોજિત પ્રથમ મેજર રેન્કીંગ ટુર્નામેન્ટ ર૦૧નું આયોજન સુરત ખાતે ૩૦ મે થી ર જૂન સુધી થયેલ જેમાં ભાવનગરના દક્ષિણામૂર્તિ ટેબલ ટેનીસ એકેડેમીના સુજલ કુકડીયા એ ગયા વર્ષના અને આ વર્ષના પ્રથમ ક્રમાંકિત અમદાવાદના હિમાંશ દહીયા ને કેડેટ Boys ઇવેન્ટમાં સેમિફાઇનલમાં હરાવી મોટો અપસેટ સજર્યો હતો અને ફાઇનલમાં સુરતના આયુષ તન્ના ને સીધા સેટોમાં હરાવી ચેમ્પિયનશિપ પોતાને નામ કરી હતી.

સાથે સાથે તેના જ પ્રેકિટસ પાર્ટનર નિવાન પટેલે પણ શાનદાર રમત દર્શાવી કવાર્ટર ફાઇનલમાં પહોંચેલ અને પોતાની દાવેદારી નોંધાવી હતી. આજ એકેડેમીના જુનિયર ઇવેન્ટના વિવેક મકવાણા એ પણ મેન્સ કેટેગરીના ચોથા ક્રમાંકિત ધર્મરાજ રાણાને હરાવી મોટો અપસેટ સજર્યો હતો અને પ્રિ-કવાર્ટરમાં પહોંચેલ કેડેટ બોઇસ ઇવેન્ટની ચેમ્પિયનશિપ ઘણા વર્ષો બાદ ભાવનગરના ફાળે લાવવાનો શ્રેય સુજલ ના ફાળે જાય છે આ સિદ્ધિ બદલ ભાવનગર ટેબલ ટેનિસ પરિવાર અને દક્ષિણામૂર્તિ ટ્રસ્ટીશ્રીઓ અભિનંદન પાઠવેલ.

(12:20 pm IST)
  • રહેમ કરો સૂર્યદેવતા : રાજકોટ અગનભઠ્ઠી : ૪૨.૫ ડિગ્રી : માથુ ફાડી નાખે તેવા આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ બફારો યથાવતઃ શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા : બફારા વચ્ચે પરસેવો નિતરતા લોકો : ૨૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે access_time 3:48 pm IST

  • ગુજરાતમાં સૌપ્રથમ વાર અમદાવાદના મેયરે-મ્યુનિસીપલ કમિશ્નર ઉપયોગમાં લેશે ઇલેકટ્રીક કાર ટાટા કંપનીની ઇલેકટ્રીક કાર જેની કિંમત ૧૨ લાખની છે તેવી બે ઇલેકટ્રીક કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદીઃ એક વખત ફુલ ચાર્જ થયા બાદ ૧૨૦ કિલોમીટર સુધી ચાલશેઃ મેયર અને કમીશ્નર આ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશે access_time 3:59 pm IST

  • એમપીના ચીફ જસ્ટિસ તરીકે રવિશંકર જહાની નિમણૂક:મધ્યપ્રદેશના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કેન્દ્ર સરકારે જસ્ટિસ રવિશંકર જહાની વરણી કરી છે. access_time 12:42 am IST