Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સોમનાથમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉતરપ્રદેશી લાઇફલાઇન એન્વાયરમેન્ટ ટ્રી બેંક દ્વારા ઉજવણી

પ્રભાસપાટણ તા. ૬ : સોમનાથ મુકામે વિશ્વપર્યાવરણ દિવસ નિમિતે બરેલી યુપી લાઇફ લાઇન એન્વાયરમેન્ટ સ્થાપક પ્રિયા દત્ત ટ્રી બેંક નામની સંસ્થા ચલાવે છે. તેઓ દ્વારા પ્રદૂષણની સમસ્યા હલ કરવા માટે પ્રકૃતિના સંરક્ષણ માટે ૧૬ કરોડ રોપાનુ વિતરણ કરી અને વર્લ્ડ રેકોર્ડ કરવાનો સંકલ્પ સાથે સૌપ્રથમ જયોર્તિલીંગ સોમનાથથી વૃક્ષોના વિતરણનો શુભારંભ કરવામાં આવેલ છે.

આ સમારોહના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પી.કે.લહેરી, વનવિભાગના એસીએફ ઉષ્મા નાણાવટી, ન.પા.ના ચીફ ઓફીસર જતીન મહેતા, સોમનાથ સંસ્કૃત યુનિ. કુલપતિ સ્વામીનારાયણ ગુરૂકુળના ભકિતપ્રસાદ, સંચાલક મુનાભાઇ તેમજ સોમનાથ ટ્રસ્ટના અધિકારી અને કર્મચારી તેમજ યુપી લાઇફ લાઇન સંસ્થાના અગ્રણીઓ સહિતના અગ્રણીઓ હાજર રહેલ તેમજ શિવ ભકતો અને આસપાસ વિસ્તારના લોકો અને બાળકોને જૂદા જૂદા વૃક્ષો રોપાનું વિતરણ કરાયેલ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશો અપાયેલ અને શહેર રાજય દેશ અને વિશ્વ પ્રદૂષણના દૂષણથી મુકત બને તે માટે ૫૦૦ જેટલા રોપાઓનુ લોકાર્પણ વૃક્ષોનું મહત્વ તથા જતન અંગે જાણકારી આપી હતી.

(12:15 pm IST)