Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ભાવનગરઃ કાર ઉપર માહાકાય વૃક્ષ ધરાશયી

છેલ્લા એકાદ સપ્તાહથી રાજયભરની સાથો સાથ ભાવનગર શહેરમાં ભારે ગરમી સાથે જોરદાર પવન ફુંકાઇ રહ્યો છે, ત્યારે વાઘાવાડી રોડ, સેન્ટ્રલ સોલ્ટના દરવાજા નજીક આવેલ એક મહાકાય વૃક્ષ કે જેનું થડ નબળુ પડી ગયું હોય પાર્ક કરેલી કાર ઉપર ધરાશયી થતા કારનો આગળનો ભાગ દબાઇ ગયો હતો અને રસ્તો બ્લોક થઇ જવા પામેલ, જોકે બનાવ સમયે કોઇ નજીકમાં ન હોય કોઇને ઇજા કે, જાન હાની થઇ ન હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને મહાકાય વૃક્ષના થડ પાસેની ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કરવા સાથે કારને બહાર કઢાઇ હતી. આ દરમ્યાન રોંગ સાઇડમાં ટ્રાફીકને ડાયવર્ડ કરવામાં આવ્યો હતો. આમ ભારેપવનના કારણે વાઘાવાડી રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો.

(12:15 pm IST)