Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જસદણમાં ઇદની શ્રધ્ધાભેર ઉજવણી

જસદણ આટકોટ વીંછીયા ભાડલા જેવા અનેક ગામોમાં આસ્થાભેર ઇદની ઉજવણી કરી અલ્લાહનો આભાર માન્યો હતો સવારે મુસ્લિમો પોતાપોતાના ગામોની ઇદગાહમાં પાક વસ્ત્રોમાં જઇ ઇદની ખાસ નમાજ અદા કરી પાક પરવરદિગારનો આભાર વ્યકત કર્યો હતો આ તકે કાસમભાઇ કટારીયા કાદરભાઇ કથીરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ રોઝા નમાજ જકાતાના હકદારો માટે મહત્વનો છે દેશમાં અમન ભાઇચારો હજુ વધુ મજબુત બને તેવી અમારી પ્રાર્થના છે.

(12:14 pm IST)