Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ટંકારાના લજાઇ ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

મોરબી તા. ૭: ટંકારાના લજાઇ ગામે મોરબી એલસીબીએ રેઇડ કરી જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઇ ગામે બેનાલા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા જયસુખ ઉર્ફે બુધાભાઇ ભીમજીભાઇ સોલંકી, રહે. લજાઇ, અમરશીભાઇ સોમજીભાઇ પંજવાણી રહે. લજાઇ ખોજાખાના શેરી, આશિષ કાન્તીભાઇ વિઠલાપરા રહે. લજાઇ બસ સ્ટેન્ડ, અશોકભાઇ પ્રાગજીભાઇ ચાવડા રહે. લજાઇ બેનાલા પાસે, પરશોતમ જેરામભાઇ પરમાર રહે. લજાઇ ઉગમણા જાપા પાસે અને અશોક કાન્તિલાલ વિઠલાપરા રહે. લજાઇ વાળાને ઝડપી લઇને ૬ર૯૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:12 pm IST)