Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

કોટડા સાંગાણીના રામોદ ગામે વાડીમાં જૂગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૧૯ પતાપ્રેમી પકડાયા

ભુપત ઉકાણી જૂગાર રમાડતો'તોઃ પપ હજારની રોકડ સહિત ૧.પર લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં જૂગાર રમતા પકડાયેલ (નીચે બેઠેલ) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : કલ્પેશ જાદવ કોટડા સાંગાણી)

કોટડા સાંગાણી તા. ૭ :.. કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે ભુપત પરસોતમ ઉકાણીની વાડીમાં જૂગારધામ પર રેઇડ કરી ૧૯ પત્તાપ્રેમીઓને દોઢ લાખથી વધુની મતા સાથે ઝડપી લીધા હતાં.

ભીમ અગીયારસ પૂર્વે જૂગારની જબરી સીઝન નીકળી હોઇ તેમ જૂગારીઓ માજા મુકીને જૂગારના હાટડાઓ શરૂ કર્યા છે. ત્યારે કોટડા સાંગાણીના તાલુકાના રામોદ ગામે ભુપત પરસોતમ ઉકાણીની વાડીમાં રાત્રીના એક વાગ્યાના અરસામાં રાજકોટ રૂરલ એસ. પી. બલરામ મીણા તથા ગોંડલ ડીવાયએસપી  એચ. એમ. જાડેજાના માર્ગદર્શન મુજબ મળેલ બાતમીના આધારે પીએસઆઇ કે. બી. સાંખલા તેમજ સ્ટાફના એ. એમ. રાઠોડ, એસ. પી. જાડેજા, એચ. આઇ. જાડેજા, ડી. પી. જાડેજા, સહિતનાઓએ રેઇડ કરી જૂગાર રમતા ભાવેશ શંભુ શેખડા, ભુપત પરસોતમ ઉકાણી, પ્રિયંક મગન ઉકાણી, પરેશ ભીમજી ટીલારા, દિલીપ ભગવાનજી ઉકાણી, ધવલ રમેશ ગજેરા, પ્રતિક રમેશ ઠુમ્મર, જયેશ પ્રવિણ શેખડા, વિપુલ વાલજી ટીલાળા, વિજય વિરજી શેખડા, રવિ ગીરીશ શેખડા, અંકર જીતેન્દ્ર શેખડા, મહેશ જીવરાજ ઉકાણી, મિલન કીશોર શેખડા, ભાવેશ વલ્લભ ઉકાણી, દિનેશ શંભુ શેખડા, જયેશ દેવશી પડારીયા, રમેશ રણછોડ તોગડીયા, કિશોર હરી ઉકાણી રહે. તમામ રામોદને તીનપતિનો હારજીતનો જૂગાર રમતા પોલીસે પપ૧૩૦ રોકડા તેમજ ૧પ મોબાઇલ કિંમત ૧૮પ૦૦ તેમજ મોટર સાયકલ ૬ કિંમત ૭૯૦૦૦ મળી ટોટલ ૧પર૬૩૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:08 pm IST)