Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ગોંડલના ખાંડાધાર ગામે દેશી દારૂની ભઠ્ઠી પકડાઇઃ એલસીબીનો દરોડો

દારૂ અને આથો સહિત ૯પ,૮૦૦ના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો દારૂની ભઠ્ઠીના સાધનો સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ૭: ગોંડલના ખાંડાધાર ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચે દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ કરી બે શખ્સોની ધરપકડ કરી હતી.

જીલ્લા પોલીસ અધિક્ષકે પ્રોહી. ડ્રાઇવ અનુસંધાને અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. પો. ઇન્સ. એમ. એન. રાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે રેઇડ કરી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા (૧) ધર્મેશ કેશુભાઇ સોમૈયા તથા (ર) માધાભાઇ પમાભાઇ સોમૈયા રહે. બન્ને ખાંડાધાર તા. ગોંડલને દેશી દારૂ લીટર ૩પ કિ. ૭૦૦/- આથો લીટર કિ. ૧૪૦૦/- દેશી દારૂ બનાવવા માટેના ભઠ્ઠીના સાધનો કિં. રૂ. ૮૭૦૦/- વાહનો કિ. રૂ. ૭પ૦૦૦/- મોબાઇલ કિ. રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ૯પ,૮૦૦/-નો મુદામાલ સાથે પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા.

(12:05 pm IST)
  • અમરનાથ યાત્રાની સમાપ્તિ સુધી સીમાંકન ન કરવા રાજયપાલનો કેન્દ્રને અનુરોધ : સીમાંકન શરૂ કરવાથી પથ્થર બાજો-ભાગલાવાદીઓ અમરનાથ યાત્રાનો માહોલ બગાડી નાખશે access_time 1:09 pm IST

  • એમપીના ચીફ જસ્ટિસ તરીકે રવિશંકર જહાની નિમણૂક:મધ્યપ્રદેશના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કેન્દ્ર સરકારે જસ્ટિસ રવિશંકર જહાની વરણી કરી છે. access_time 12:42 am IST

  • ગુજરાતમાં સૌપ્રથમ વાર અમદાવાદના મેયરે-મ્યુનિસીપલ કમિશ્નર ઉપયોગમાં લેશે ઇલેકટ્રીક કાર ટાટા કંપનીની ઇલેકટ્રીક કાર જેની કિંમત ૧૨ લાખની છે તેવી બે ઇલેકટ્રીક કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદીઃ એક વખત ફુલ ચાર્જ થયા બાદ ૧૨૦ કિલોમીટર સુધી ચાલશેઃ મેયર અને કમીશ્નર આ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશે access_time 3:59 pm IST