Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જામનગર વિજ ટીમ દ્વારા સતત બીજે દિ' ચેકીંગ

જામનગર, તા. ૭ :. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ૪૩ ટીમો દ્વારા ખંભાળીયા, વડત્રા અને ભાણવડ પંથકમાં વીજ ચેકીંગની કામગીરી કરાયા બાદ ૧૧૫ વીજ કનેકશનોમાંથી ગેરરીતિ મળી આવતા ૧૫.૩૫ લાખના વીજ બીલ ફટકારાયા છે. મળતી વિગતો અનુસાર આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ કંપનીની ૪૩ સ્કવોડ દ્વારા ૧૭ એકસ આર્મીમેન, ૩૧ સ્થાનિક પોલીસ અને ૪ વિડીયોગ્રાફરોને સાથે રાખી ખંભાળીયા શહેર, ગ્રામ્ય, વડત્રા, ભાણવડ સહિતના વિસ્તારોમાં કુલ ૭૪૧ (૭૩૨ રૂરલ, ૯ સીએલ) વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. તે પૈકી ૧૧૫ વીજ કનેકશનોમાંથી ગેરરીતિ મળી આવતા કુલ ૧૫.૩૫ લાખના વીજ બીલ ફટકારવામાં આવ્યા હતા. વીજ ચોરોમાં આ વીજ ચેકીંગથી ભારે ફફડાટની લાગણી ફેલાય છે.

આજે સતત બીજા દિવસે કલ્યાણપુર, ઓખા મંડળ, ભાટીયા, દ્વારકા સહિતના વિસ્તારોમાં ૪૮ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.

(12:05 pm IST)