Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જુનાગઢના ઝાંઝરડા ગામ વિસ્તારમાંથી વિદેશી દારૂની ર૦૪ બોટલ પકડાઇ

જુનાગઢ, તા., ૭: રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભસિંઘની સુચનાથી દારૂની બદી ગુજરાતમાંથી સદંતરે નેસ્ત નાબુદ કરવા માટેની અસરકારક કામગીરી કરવા સારૂની ડ્રાઇવનું આયોજન કરેલ હોયજે અનવ્યેશહેર તેમજ  તેમજ તાલુકા વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં પ્રોહી. જુગારની પ્રવૃતી નાથવા સારૂ તેમજ આવા પ્રકારની પ્રવૃતી કરતા શખ્સો ઉપર સતત વોચ રાખવા અંગેની અમોને સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા ઝાંઝરડા ગામ પાસે આવેલ ઉમટવાડા રોડ ઉપર આવેલ ખેતલાબાપાના મંદિર પાસે બાતમી રાહે હકીકત મળેલ પાંજરાપોળની પાછળ આવેલ વીડીના વોકળા વિસ્તારમાં ચોબારી ગામના મકસુદ કાસમ હાલા ગામેતી એ ગે.કા. ઇંગ્લીશ દારૂની પેટીઓ ઉતારેલ હોય અને તેમાં સંતાડેલ છે જે હકીકતવાળી જગ્યાએ દરોડા કરતા ઇંગ્લીશ દારૂમેકડોલ્સ નં. ૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૮૪ કી. રૂ.રપ,ર૦૦  તથા એપીસોડ કલાસીક વ્હીસ્કી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કી. રૂ. રપ,ર૦૦ તથા મુનવોક પ્રીમીયમ ડ્રાઇઝીન ઇંગ્લીશ દારૂનીબોટલ નંગ-૩૬ કિ. રૂ. ૧૦,૮૦૦ નો રાખી કુલપેટીઓ નંગ ૧૭ મળી કુલ બોટલ નંગ-ર૦૪ જેની કુલ કિ. ૬૧,ર૦૦ના પ્રોહી મુદામાલ કપાસની ગાંઠીઓમાં સંતાડેલ હોય જેથી હાજર નહી મળી આવેલ મકસુદ કાસમ હાલા રે. ચોબારી ગામવાળા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ એએસઆઇ પી.જે.વાળાને સોંપવામાં આવેલછે.

આ સમગ્ર કાર્યવાહીમાં અમો પો. સબ ઇન્સ. જે.પી.ગોસાઇ તથા એએસઆઇ પી.જે.વાળા તથા પો.કો. કેશુભાઇ સામતભાઇ તથા પો.કોન્સ. લખમણભાઇ ભાયાભાઇ તથા પો.કોન્સ. ભુપતસિંહ લખુભાઇ તથા પો.કોન્સ. ભરતભાઇ દલપતભાઇ તથા પો. કોન્સ. અજયભાઇ વાલજીભાઇ તથા પો.કોન્સ. દીનેશભાઇ રણવીરભાઇ વિગેરે પો.સ્ટાફના રહી કામગીરી કરેલ છે. 

(1:47 pm IST)