Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મનસુખભાઈ માંડવીયા- રમેશભાઈ ધડુકે મા ખોડલધામના ચરણે શીશ ઝુકાવ્યુ

સુવિખ્યાત કથાકાર દેવી ચિત્ર લેખાજીએ પણ મા ખોડલના આર્શીવાદ લીધાઃ મંદિરના પરિસરમાં ચાલતી પ્રવૃતિઓ નિહાળી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ટૂંકા સમયગાળામાં ધાર્મિક સ્થાન અને પર્યટનધામ બની ગયેલા ખોડલધામ મંદિરે દરરોજ હજારો ભકતો મા ખોડલના દર્શન કરવા આવે છે. સામાન્ય માણસથી લઈને જાણીતા વ્યકિતઓ પણ મા ખોડલના ધામમાં આવી ધન્યતા અનુભવે છે. ત્યારે હાલમાં જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ભાગવત કથાકાર દેવી ચીત્રલેખાજીએ ખોડલધામ મંદિરે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ લીધા હતા.

 લેઉવા પટેલ સમાજના આગેવાન અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખોડલધામ મંદિર-કાગવડ ખાતે આવ્યા હતા. કેન્દ્રની સરકારમાં સતત બીજી વખત રાજયકક્ષાના મંત્રી બન્યા બાદ મનસુખભાઈ માંડવિયાએ મા ખોડલના આશીર્વાદ લીધા હતા. મનસુખભાઈ માંડવિયાની સાથે પોરબંદરના નવનિયુકત સાંસદ રમેશભાઈ ધડુકે પણ હાજરી આપી હતી અને મા ખોડલના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા. બન્ને નેતાઓએ મા ખોડલના આશીર્વાદ લીઈ ધન્યતા અનુભવી હતી. ઉપરાંત મનસુખભાઈ માંડવિયા અને રમેશભાઈ ધડુકે ખોડલધામ મંદિર પરિસરમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓને પણ નિહાળી હતી. ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજીએ પણ ખોડલધામ મંદિરે મા ખોડલના આશીર્વાદ લીધા હતા. દેવી ચિત્રલેખાજીએ મા ખોડલના ધામમાં આવી ધન્યતા અનુભવી હતી. સાથે જ તેમણે ખોડલધામ પરિસરની મુલાકાત લીધી હતી. એડમિન ઓફિસની પણ તેઓએ મુલાકાત લીધી હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂક અને ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજીના સ્વાગત માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને શ્રી સોમનાથ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

(11:49 am IST)
  • અમદાવાદની એએમટીએસ બસ કંપનીના ડ્રાઈવરો પગાર પ્રશ્ને હડતાલ પર ઉતર્યા : મોટી સંખ્યામાં ડ્રાઈવરોએ વીજળીક હડતાલ પાડી બસના પૈડા થંભાવી દીધા access_time 6:16 pm IST

  • રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ત્રણ-ચાર દિ' હિટવેવની આગાહી : હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ યુ.પી.માં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી : ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૩ થી ૪ દિવસ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં જોરદાર હિટવેવની શકયતા છે. જયારે હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ધુળની આંધી અને કેટલીક જગ્યાઓએ ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે access_time 3:20 pm IST

  • અમિત શાહની સુરક્ષા વધારાઈ : ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ access_time 6:18 pm IST