Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પોરબંદરના મોઢવાડા પાસે મૃત સસલા અને તેતર પક્ષી સાથે શિકારી ઝડપાયોઃ એક નાસી ગયો

ખેડૂતોની જાગૃતિથી પોલીસ અને વન વિભાગ અધિકારીઓએ પકડી પાડયોઃ મેઢાક્રીક ડેમ પાસે અવારનવાર પક્ષીઓના શિકારની ફરિયાદો

પોરબંદર તા.૭: નજીકના મોઢવાડા પાસે રિક્ષામાં મૃત ૪ સસલા અને ર તેતર લઇ જતાં પોરબંદરના નાગકાના ધીરૂ વીરમ ચુડાસમાને પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ પકડી પાડયો હતો ચેકિંગ દરમિયાન સાથે રહેલ બીજો શખ્‍સ રાણાકંડોરણાનો હાલ નાગકા રહેતા રાજુ મગન નાસી છુટયો હતો. ઝડપાયેલ ધીરૂ વીરમે પુછપરછમાં જણાવેલ કે તેઓ ડુકકર પકડવાનું કામ કરે છે અને તેના માંસનું વેચાણ કરે છે. શિકાર કરેલ ૪ સસલા અને એક તેતર પક્ષીનો શિકાર કરીને ઘેર મિજબાની માણવા લઇ જતા હતા. પોરબંદર દ્વારકા રોડ ઉપર મેઢાક્રીક ડેમ નજીક અવારનવાર કુંજ સહિત અન્‍ય પક્ષીઓના શિકારની ફરિયાદો છે ગઇકાલે ખેડૂતોની જાગૃતિથી શિકાર કરેલ સસલા અને તેતર સાથે શિકાર ઝડપાઇ ગયો હતો. ખેડુતોએ શંકાસ્‍પદ શિકારી નજરે પડતા પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી.

 

(11:12 am IST)