Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

કચ્‍છમાં ૧૩.૮૬ લાખના દારૂ સાથે અડધા કરોડનો મુદામાલ જપ્‍ત

દારૂની ૩૯૬૦ બોટલો, ટ્રેલર સહિત ૬ વાહનો સાથે ૩ ઝડપાયાઃ ૮ શખ્‍સો નાશી છૂટયા

ભુજઃ તસ્‍વીરમાં જપ્ત કરાયેલ દારૂ, વાહનો તથા આરોપીઓ તથા પોલીસ ટીમ નજરે પડે છે.(તસ્‍વીરઃ વિનોદ ગાલા.ભુજ)

ભુજ, તા.૭: કચ્‍છનાં ભચાઉ તાલુકાનાં શીકરા ગામની સીમમાંથી દારૂના કટિંટ સમયે દરોડો પાડીને રૂા.૧૩.૮૬ લાખના દારૂ સાથે અડધા કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે.

 શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGP શ્રી, બોર્ડર રેન્‍જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ SPશ્રી, પૂર્વ કચ્‍છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્‍તનાબૂદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી./જુગાર નાં કેસો શોધવા પ્રયત્‍નશીલ હતી દરમ્‍યાન હેડ કોન્‍સ. પ્રહલાદસિંહ ચુડાસમા ને મળેલ હકીકત આધારે શીકરા ગામની સીમમાં આવેલ આરોપી વિજેન્‍દ્રસિંહ ઉર્ફે કાનો અનુભા જાડેજા ની વાડી માં અંગ્રેજી દારૂની પેટીઓ ભરેલ ટેલર માંથી ચાલુ કટિંગ દરમ્‍યાન જ નીચે જણાવેલ મુદામાલ પકડી પાડી નીચે જણાવેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભચાઉ પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

પોલીસે અંગ્રેજી દારૂની પેટીઓ નંગ - ૩૩૦ બોટલો નંગ-૩૯૬૦, કિ. રૂ. ૧૩,૮૬,૦૦૦/- ટેલર નં. આરજે ૨૭ જીબી ૭૯૯૪ કિ. રૂ. ૨૦,૦૦,૦૦૦/, મારુતિ સ્‍વીફ્‌ટ ડિઝાયર કાર નં. જીજે ૪ સીજે ૫૩૧૭ કિ. રૂ. ૬,૦૦,૦૦૦/-, મહિન્‍દ્રા કેયુવી કાર નં. જીજે ૧૨ સીપી ૨૨૧૫ કિ. રૂ. ૪,૦૦,૦૦૦/-, સ્‍કોર્પિયો નં. એચઆર ૨૦ એએમ ૧૧૮૦ કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦/-, હોન્‍ડા બાઇક નં. જીજે ૧૨ ડીઆર ૦૯૩૯ કિ. રૂ.૩૫, ૦૦૦/, હોન્‍ડા બાઇક નં. જીજે ૧૨ સીઇ ૩૭૫૦ કિ. રૂ.૩૫, ૦૦૦/-, મોબાઈલ નંગ - ૪ કિ. રૂ. ૧૬૦૦૦/- એમ કુલ મુદ્દામાલ રૂ. ૫૪,૭૨,૦૦૦/ જપ્‍ત કર્યો છે. રમેશકુમાર પ્રેમસિંગ શર્મા, રહે. ભૈરી, તા. ઉકલાણા, જી. હિસાર, હરિયાર્ણાં, સોનુકુમાર શીશનિવાસ ચમાર, રહે. પરભુવાલા, તા. ઉકલાણા, જી. હિસાર, હરિયાર્ણાં, સુલતાન ઇસ્‍માઇલ નોડે, રહે. બાનીયારી વાંઢ, તા. ભચાઉ ઝડપી પાડયા છે.

જયારે વિજેન્‍દ્રસિંહ ઉર્ફે કાનો અનુભા જાડેજા, રહે. શીકરા, તા. ભચાઉ, ફારૂક હુસેન નોડે, રહે. બાનીયારી વાંઢ, તા. ભચાઉ, આમદ ઉર્ફે ભટીડો હુસેન રાઉમા, રહે. મોરગર, તા. ભચાર્ઉં,રામદેવસિંહ દ્યનશ્‍યામસિંહ ઝાલા, રહે. દરબાર ગઢ, ભચાઉ, મૂળ રહે. ગામ લજાઈ, મોરબી,હિમાંશુ અશોકકુમાર પંડિત, રહે. મિત્તલનગર, હિસાર, હરિયાણા, ત્રણ અજાણ્‍યા ઇસમો શખ્‍સો નાસી છૂટયા છે.

આ કામગીરીમા જે.પી.જાડેજા, પો.ઇન્‍સ., તથા એમ.એસ.રાણા, પોલીસ સબ ઇન્‍સ. તથા એ.પી.જાડેજા, પો.સબ ઇન્‍સ. તથા સ્‍ટાફનાં એએસઆઇ પ્રવીણભાઈ પલાસ તથા હરપાલસિંહ જાડેજા તથા પોલીસ હે.કો. પ્રહલાદસિંહ ચુડાસમા, પુષ્‍પરાજસિંહ ગોહિલ મહેન્‍દ્રસિંહ બી. જાડેજા, મહેન્‍દ્રસિંહ જે. જાડેજા, નરશીભાઈ પઢીયાર તથા પો.કોન્‍સ. બલભદ્રસિંહ જાડેજા, સંજયસિંહ રાણા, વિક્રમસિંહ જાડેજા તથા ડ્રા. પો.કોન્‍સ. હરપાલસિંહ ઝાલા તથા હેતુભા ભાટી નાઓ જોડાયેલ હતા.

(11:12 am IST)