Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પોરબંદર જીલ્લા બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

પોરબંદર તા ૭  : માર્ચ-એપ્રિલ ૨૦૧૯માં ધોરણ ૧૦ તથા ૧૨ માં ૭૦% થી વધુ તેમજ સરકાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક-અનુસ્નાતક, બી.એડ., ડોકટરી કે એન્જીનીયરીંગ કક્ષાની ફાઇનલ પરીક્ષામાં ૬૦% થી વધુ, પી.એચ.ડી., આઇટીઆઇ વિગેરે પરીક્ષામાં વિશિષ્ટ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થી ભાઇ-બહેનોનું સન્માન સમારંભનું આયોજન કરેલ છે.

ધો.૧૦ તથા ૧૨માં  કોઇપણ  વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માકર્સ મેળવેલ હોય તેવા વિદ્યાર્થી ભાઇ-બહેનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. દરેક વિદ્યાર્થી ભાઇ-બહેનોએ પોતાના ગુણપત્રકની સ્વપ્રમાણીત ઝેરોક્ષમાં પોતાના રહેણાંકનું સરનામુ તથા પોતાના અથવા વાલીના વોટસએપ નંબર ફરજીયાત લખવાના રહેશે. માર્કશીટની સ્વપ્રમાણીત નકલ તા. ૧૫ જુલાઇ સુધીમાં પોરબંદર માટે  વિજયભાઇ જોષી, શ્રી મહાદેવ કો.ઓ.ક્રડીટ સોસા., ગોપનાથ મંદિર કોમ્પલેક્ષ, મો. ૯૮૨૪૦ ૧૦૬૦૯, વેણીલાલ પોરીયા, જીવન પ્રિન્ટિંગ પ્રેસ, લીબર્ટી ક્રોસ રોડ, મો. ૯૮૨૫૮ ૮૨૫૧૨, કમલેશ થાનકી, સ્કાયલાઇન મોબાઇલ, હોટેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, મો. ૯૮૨૫૩ ૭૧૧૧૪, કેતનભાઇ થાનકી, ફેમસ હાર્ડવેર, ૪-વાડી પ્લોટ મો.  ૯૪૨૬૪ ૩૭૪૮૭ મોકલી આપવા તેમજ રાણાવાવ માટે અશ્વિનભાઇ દવે, પતંજલિ આરોગ્ય કેન્દ્ર, આશાપુરા ચોક મો. ૯૧૦૬૨ ૫૮૧૬૭ મોકલી આપવા, કુતિયાણા માટે ભીખુભાઇ જોશી, શીવમ એસટીડી પીસીઓ, કુતિયાણા મો. ૯૮૨૪૨ ૧૬૩૨૩ ખાતે મોકલી આપવા, કાર્યક્રમ અંગે વધુ વિગતો માટે અશ્વિનભાઇ દવે, ટ્રસ્ટી શ્રી પોરબંદર જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મો. ૯૧૦૬૨ ૫૮૧૬૭, ભાર્ગવભાઇ થાનકી, પૂર્વ મહામંત્રીશ્રી સોૈેેરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મો. ૯૦૩૩૯ ૯૦૫૭૪ મોકલી આપવા યાદીમાં જણાવાયું છે.

(10:46 am IST)