Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મોરબીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

મોરબી :  વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે મોરબી જીલ્લા વન વિભાગ અને ઓમશાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, ન્યુ ઓમ શાંતિ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સ્કુલના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ  દ્વારા રેલી યોજાઇ હતી, અને સમાજના લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે પ્રેરણાદાયી સુત્રો, હવાનું પ્રદુષણ અટકાવવું, વધુ વૃક્ષો વાવવા, પાણી બચાવો, જીવ સૃષ્ટિ બચાવવી વગેરે પર્યાવરણ  જાળવણી માટેના સંકલ્પો કરવાનો સંદેશ આપવામાં આવેલ.

રેલી પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લા વન વિભાગના ખાવડીયા સાહેબ તેમજ ગોહિલ  સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરણાદાયી  વિચારો  પ્રદાન કરી અને પર્યાવરણ જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું આ તકે મોરબી વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, અને શાળાના ટ્રસ્ટી, આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:46 am IST)