Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્‍વચ્‍છ સર્વેક્ષણ ર૦ર૦ની સ્‍પર્ધામાં કૃષ્‍ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા પ્રથમ

ભાવનગર, તા. ૭ : ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીઅમ ખાતે ગત તારીખ પ-૬-૧૯ના રોજ યોજાયેલ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્‍પર્ધા સ્‍વચ્‍ સર્વેક્ષણ ર૦ર૦' વિજેતાઓને સન્‍માનિત કરવાના હેતુસર સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું જે અંતર્ગત શહેરની વિવિધ સોસાયટીઓ, શાળાઓ, હોસ્‍પિટલો અને હોટલો મળી કુલ રપર સંસ્‍થાઓએ ભાગ લીધો હતો તે પૈકી જિલ્લાની શ્રેષ્‍ઠ સ્‍વચ્‍છ શાળા તરીકે શ્રી કૃષ્‍ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા પ્રથમ સ્‍થાન હાસલ કરવામાં સફળ રહી હતી. ખરેખર આ સિદ્ધિ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓએ સામાન્‍ય સમાજને સ્‍વચ્‍છતાના ક્ષેત્રે પથ દર્શન કરી નવી પ્રેરણાપૂરી પાડી હતી. પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત આ શાળાની વિશેષ સિદ્ધિ જોઇ ઉપસ્‍થિત મેયરશ્રી, કમિશનરશ્રી તેમજ અન્‍ય પદાધિકારીઓ સહિત બહોળી સંખ્‍યામાં ઓડિયન્‍સ દ્વારા સ્‍ટેન્‍ડીંગ ઓવેશન આપી તાળીઓના ગડગડાટથી વધાવી હતી. ટ્રોફી સ્‍વીકારતી વેળાએ સંસ્‍થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઇ સોનાણીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્‍યું હતું કે ભાવનગર મ્‍યુનિસિપાલીટી દ્વારા આ નવુ અભિયાન છેડી સ્‍વચ્‍છતાના ક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે જેના પરિણામ સ્‍વરૂપ ભાવનગરએ રાજયની સાંસ્‍કૃતિક નગરી તો છે જ પરંતુ હવે સ્‍વચ્‍છ નગરી તરીકે તો ઓળખાય જ છે, પરંતુ આવા અભિયાન દ્વારા નગરજનોને પ્રોત્‍સાહિત કરી સ્‍વચ્‍છતાના ક્ષેત્રે રાજય અને રાષ્‍ટ્રીય કક્ષાએ પણ ગૌરવ મેળવવા અગ્રેસર બનશે.

(10:42 am IST)
  • રવિવારે GPSCની પરીક્ષા : રાજકોટમાં ૯૦ કેન્દ્રો : ર૧ હજાર ઉમેદવારોઃ ૧૮૦ અધિકારી : રવિવારે તા. ૯ જૂનના રોજ રાજકોટમાં GPSCની પરીક્ષા લેવાશેઃ વેચાણ વેરા નિરિક્ષક વર્ગ-૩ની ભરતી માટેની આ પરીક્ષામાં રાજકોટના ર૧ હજારથી વધુ ઉમેદવારો ૯૦ કેન્દ્રો ઉપર સવારે ૧૧ થી ૧, દરમિયાન જનરલ નોલેજનું પેપર આપશે : આ અંગેનો કન્ટ્રોલરૂમ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રહેશેઃ કલેકટર તંત્ર દ્વારા પરીક્ષા માટે ૧૮૦ અધિકારીના ઓર્ડરો access_time 3:33 pm IST

  • સાણંદમાં શારીરીક અને માનસિક ત્રાસથી ૧૯ વર્ષની યુવતીએ કર્યો આપઘાત : બે વર્ષથી નિઝામ અલ્લારખા નામનો યુવક યુવતીને શારીરીક - માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ : સાણંદ પોલીસે આરોપી યુવાનની કરી ધરપકડ access_time 6:18 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ધૂળની ભારે આંધીઃ વિજળીનો આતંકઃ ૧૩ મોતઃ ર૧ ઘાયલ access_time 3:34 pm IST